હાલમાં ચાલ્યા આવતા અવનવા દિવસો જે ફેબ્રુઆરી મહિનામાં ઉજવવામાનવે છે. તેમાનો આજે 14 ફેબ્રુઆરી એટલે પ્રેમી પંખીડાઓ આજના દિવસને વેલેન્ટાઈન દિવસ તરીકે ઉજવે છે. જેમાં તેઓ એકબીજાને ગુલાબનું ફૂલ આપે છે. જેથી આજે ગુલાબના ભાવમાં ભારે વધારો જોવા મળ્યો.
આજના દિવસે એકબીજાને પ્રેમ કરતા યુવક-યુવતીઓ પોતાનો પ્રેમ દર્શાવવા એકબીજાને ગુલાબનું ફૂલ આપતા હોય છે. જોકે ખરેખર આજનો દિવસ ફૂલોનો વેપાર કરતાં વેપારીઓ માટે આનંદભર્યો છે.
સામાન્ય દિવસે લાલ ગુલાબના ફૂલની કિંમત ૨૦ રૂપિયા હોય છે જે આજે ૪૦ થી ૫૦ રૂપિયામાં વેંચાઈ રહ્યું છે. જોકે આ વખતે લાલ ગુલાબ ઉપરાંત ગુલાબી અને પીળા ગુલાબની પણ ડિમાન્ડ વધી હતી. જોકે લોકો સિંગલ ફૂલની જગ્યાએ આખું બુકે વધારે ખરીદતા જોવા મળ્યું. જેમાં બુકેની કિંમતમાં પણ ૫૦ થી ૮૦ રૂપિયાનો વધારો જોવા મળ્યો.
આજનો દિવસ પ્રેમી પંખીડાઓ માટે ખાસ હોવાથી તેઓ એકબીજાનો પ્રેમ દર્શાવવા ગુલાબના ફૂલ માટે બમણી કિંમત ચૂકવવા પણ તૈયાર છે. અમદાવાદના શાહીબાગ રિવરફ્રન્ટ પર પ્રેમી પંખીડાઓની ભીડ જોવા મળી.
અમદાવાદ રિવરફ્રન્ટ લોકોનું મનપસંદ સ્થળ છે જેથી પ્રેમી પંખીડાઓ વેલેન્ટાઈન દિવસ પર અહીં આવે છે. તેથી ફૂલ વિક્રેતાઓ અહીં આવી બમણી કિંમતે ફૂલો વેંચે છે. જોકે સામાન્ય દિવસ કરતા ગુલાબના ફૂલની કિંમત બમણી જોવા મળી.