khissu

આજે આ વિસ્તારમાં બારે મેઘ ખાંગા, 15 ઇંચ વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આજે ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વરસાદ થશે. આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર, આજે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની સંભાવના છે.

મધ્ય ગુજરાતમાં આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ વરસાદ થવાની શક્યતા છે. તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. તો કચ્છ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર, આજે રાજ્યમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, પંચમહાલ, સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા અને નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જયારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે મંગળવારે મોડી રાતે રાજ્યના 27 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. માહિતી અનુસાર, બનાસકાંઠાના તાલુકાઓમાં એકથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.