આજના (૦૧-૦૬-૨૦૨૧, મંગળવારનાં) ટોપ ૧૦ લોક ઉપયોગી ન્યુઝ:
1) MIS-C નવા રોગની ગુજરાતમાં એન્ટ્રી: કોરોનાની બીજી લહેર બાદ હવે MIS -C મલ્ટી સિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિંડ્રોમ નામના રોગે દસ્તક આપી છે. એક લાખે એક બાળકને થતો આ રોગ હવે ગુજરાતમાં જોવા મળ્યો છે. રાજકોટ ખાતે MIS-C નાં 100 વધુ કેસો સામે આવ્યા હતા.
૨) ગુજરાત સમાચાર: વિદેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટે નિર્ણય. અભ્યાસ અર્થે વિદેશમાં જતા ગુજરાતના વિદ્યાર્થીઓ ને કોવિડ વેક્સિનેશનમાં અગ્રતા અપાશે. મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે આગામી મહિનાઓમાં ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ જશે. આવા વિદ્યાર્થીઓ ને રસીકરણ માં અગ્રતા અપાશે. વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. બાળકો માટે બીજી જાહેરાત: યોજના ૨૦૨૧ / મુખ્યમંત્રી બાળ સેવા યોજના: આ બાળકોને મળશે મફત શિક્ષણ, સ્વાસ્થ્ય વીમો, માસિક સહાય વગેરે...
૩) ગુજરાતમાં એસ. ટી બસમાં હવે 75 ટકા મુસાફરોને મંજુરી: કોરોનાના કેસોમા ઘટાડો થતાં એસ. ટી. નિગમ એ સમગ્ર એસ. ટી. બસો શરૂ કરવાનો મહત્વ પૂર્ણ નિર્ણય લીધો હતો. હવે એસ. ટી. બસમાં હવે 75 ટકા સીટિંગ કેપેસિટિ સાથે મુસાફરી થઈ શકશે. 50 ટકાની જગ્યાએ 75 ટકાની કેપિસિટી રાખવામાં આવી છે. સવારે 6 થી 9 વાગ્યા સુધી બસને મુસાફરી ની છુટ અપાઈ છે.
૪) વેધર અપડેટ: ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે? કેરળમાં સામાન્ય રીતે એક જૂનથી હળવા વરસાદ સાથે ચોમાસુ ચાલુ થયું છે ૩ જૂને પાક્કી જાહેરાત થશે. આ સાથે જ દેશમાં વર્ષાઋતુ ની શરૂઆત પણ થશે. હવામાન વિભાગે આ મહિનાની શરૂઆતમાં જ અનુમાન લગાવ્યું હતું કે 31 મે સુધીમાં ચોમાસાની શરૂઆત થઈ જશે. જો કે હવે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે કેરળમાં ચોમાસુ 3 જૂન નાં રોજ પહોંચી જશે. કેરળમાં વરસાદ આવ્યાના 15 દિવસમાં જ ગુજરાતમાં પણ ચોમાસુ શરૂ થઈ જશે. વરસાદ ની આ માહિતી પણ વાંચો: જાણો કઈ તારીખે કયું નક્ષત્ર ચાલુ થશે? ક્યાં નક્ષત્રમાં ભારે વરસાદ પડશે? જ્યોતિષોની વરસાદને લઈને સૌથી મોટી આગાહી આ પણ વાંચો: હવામાન વિભાગે પોતાની આગાહી બદલી: હવે આ તારીખે ધોધમાર વરસાદ પડશે, જાણો ક્યારે ચોમાંસુ ચાલુ?
૫) કોરોના અપડેટ :ગુજરાત સહિત દેશભરમાં કોરોના નાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો. રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ ગઇકાલે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નાં 1,681 નવા કેસ નોંધાયા હતા. જયારે 18 લોકોના કોરોના થી મોત નિપજ્યા હતાં. થોડા દિવસોથી કોરોના નાં કેસો કરતા સાજા થનારનો આંકડો વધુ છે. જ્યારે દેશની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 1.52 લાખ કોરોના નાં કેસો સામે આવ્યાં હતાં. રિકવરી રેટમાં સુધારો થયો છે અને એક્ટિવ કેસો ઓછા થતા જાય છે.
૬) ટેક અપડેટ: 1 જૂનથી ગૂગલ સ્ટોરેજની પોલિસીમાં મોટો ફેરફાર થશે. આજથી ગૂગલ હવે તમને ડેટા સ્ટોરેજ માટે કુલ 15GB નું જ ફ્રી સ્ટોરેજ આપશે. આજથી ફોટોઝ પર બેક અપ કરેલા હાઈ ક્વોલિટી ફોટો અને વીડિયો ને પણ ગૂગલ 15GB ફ્રી સ્ટોરેજ માં કાઉન્ટ કરશે.
૭) દેશ: સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર હવે બ્રેક નહિ લાગે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને સ્થગિત કરવાના મુદ્દે રજૂ કરવામાં આવેલી અરજીને દિલ્હી હાઈકોર્ટે રદ કરી હતી. અરજી દાખલ કરનાર વ્યક્તિ ને 1 લાખનો દંડ પણ ફટકાર્યો હતો. સુનવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને દેશહિત માટે આવશ્યક જણાવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે લોકોને પણ આ પ્રોજેક્ટમાં રસ છે.
8) દુનિયા: ચીને 3 ચાઈલ્ડ પોલિસી અમલમાં મૂકી છે. સિંગલ ચાઈલ્ડ પોલિસી 1979 માં ચીનમાં લાગુ કરવામાં આવી હતી અને 2016 માં તેને બદલીને 2 બાળ નીતિ કરવામાં આવી હતી પરંતુ નાના બાળકોની ઘટતી સંખ્યા અને વૃદ્ધત્વોની વધતી સંખ્યાને ધ્યાનમાં લઈ ચીને 3 ચાઈલ્ડ પોલિસી અમલમાં મૂકી.
૯) કૃષિ સમાચાર: ડુંગળીમાં ગોકળ ગાય ગતિએ ભાવ સુધરે તેવી શક્યતા છે. ડુંગળીનાં ભાવમાં ધીમી ગતિએ સુધારો જોવા મળી રહ્યો છે. હાલનાં તબક્કે ડુંગળીમાં આવકો ખાસ થતી નથી. ગુજરાતમાં તમામ ડુંગળીનાં યાર્ડો ચાલુ થઈ ગયા છે, પંરતુ હજી આવકો નથી, જેને પગલે ભાવમાં ધીમી ગતિએ સુધારો જોવા મળી રહ્યો છે. ખેડૂત ભાઈઓ આ પણ વાંચો: હવે 500ml નેનો યુરિયાની બોટલ 50kg યુરિયાની બેગ જેટલી: જાણો કીમત અને ફાયદા
૧૦) કામની વાત: આજથી બદલાય જાશે બેંકમાં આ નિયમો. જો તમારું ખાતુ બેંક ઓફ બરોડા, કેનરા બેંક, સિન્ડીકેટ માં છે તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ ગણી શકાય. કારણ કે આજથી આ ત્રણેય બેંકોના IFSC કોડ બદલાઈ જશે. સાથો સાથ બેંક ઓફ બરોડા એ આજથી પોઝિટિવ પે સિસ્ટમ શરૂ કરી દીધી છે. પોઝિટિવ પે સિસ્ટમ એક પ્રકારનું ફ્રોડ લોકોને પકડવાનું હથિયાર કહી શકાય. વધારે બદલાતા નિયમો: કામનો વિડિયો: આવતી કાલથી (1 જૂનથી) બદલાઈ જશે 7 નિયમો / તમારાં ખિસ્સા પર અસર પડે તે પહેલાં જાણી લો