Top Stories
khissu

આ બે નોન-બેંકિંગ ફાયનાન્સ કંપનીઓએ નવા વર્ષે વધાર્યો FD વ્યાજ દર, જાણી લો તમારા કામની વાત

નવા વર્ષમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરનારાઓ માટે સારા સમાચાર છે. નવા વર્ષમાં બે નોન-બેંકિંગ ફાયનાન્સ કંપનીઓ (NBFC)એ FDના વ્યાજદરમાં વધારો કર્યો છે. શ્રીરામ ગ્રૂપની શ્રીરામ ફાઇનાન્સ લિમિટેડ અને સુંદરમ ફાઇનાન્સે ફિક્સ ડિપોઝિટના દરમાં વધારો કર્યો છે. નવા દરો 1 જાન્યુઆરી, 2023થી અમલમાં આવ્યા છે.

આ પણ વાંચો: 2023 માં મ્યુચ્યુઅલ ફંડમાંથી બનાવવા છે પૈસા? તો નિષ્ણાતો પાસેથી સમજો રોકાણ માટેની સ્પેશિયલ ટીપ્સ

સુંદરમ ફાઇનાન્સે FD પર વ્યાજ દર વધાર્યો
સુંદરમ ફાઇનાન્સે 1 જાન્યુઆરીથી તેના FD વ્યાજ દરમાં ફેરફાર કર્યો છે. 12 મહિનાની થાપણો પર વ્યાજ દર વધીને 7.20% થયો. તેવી જ રીતે, 24 મહિનાની થાપણ પર 7.50% વ્યાજ દર અને 36 મહિનાની થાપણ પર 7.50% વ્યાજ દર મળશે.

વરિષ્ઠ નાગરિકો માટે વધુ લાભો
સુંદરમ ફાઇનાન્સ વરિષ્ઠ નાગરિકોને 12 મહિનાની થાપણો પર 7.70% અને 24 મહિના અને 36 મહિનાની થાપણો પર 8% વ્યાજ દર ઓફર કરે છે.

શ્રીરામ ફાઇનાન્સમાં FD પર વધુ નફો
શ્રીરામ ફાઇનાન્સ લિમિટેડમાં FD પર 9.36% વ્યાજ મેળવવાની સારી તક છે. FD પર વ્યાજમાં વધારાની સાથે, તમામ રિન્યુઅલ પર 0.25% વધારાનું વ્યાજ પણ મળશે. NBFC એ 12 મહિનામાં પાકતી થાપણો પર વ્યાજ દરો 7% થી 7.30% સુધી 30 bps વધાર્યા, જ્યારે 18 મહિનામાં પાકતી થાપણો પર વ્યાજ દર 7.30% થી 7.50% સુધી 20 bps વધાર્યા.

આ પણ વાંચો: નવા વર્ષમાં શરૂ કરો પોતાનો વ્યવસાય, આ બિઝનેસ માટે સરકાર પણ આપે છે સહાય, જાણી લો વિગતવાર

વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે વધારાનું વ્યાજ
શ્રીરામ ફાઇનાન્સે 24 મહિનાની મુદત માટે વ્યાજ દરમાં 25 bpsનો વધારો કર્યો છે, જે 7.50% થી વધારીને 7.75% કર્યો છે. જ્યારે NBFC 30 મહિનાના સમયગાળાની FD પર 8% વ્યાજ ઓફર કરે છે. વરિષ્ઠ નાગરિકોને સામાન્ય નાગરિકોની સરખામણીમાં 0.50% વધારાનું વ્યાજ મળશે. બીજી તરફ, મહિલા થાપણદારોને 0.10% વધારાનું વ્યાજ મળશે.