નમસ્તે મિત્રો,
પુર્વાનુમાન: વર્ષ 2021 નું ચોમાસુ ૧૧ જુન આજુબાજુ મુંબઇ પહોંચશે, ત્યારબાદ આગાહી ના પાછળ ના દીવસો માં એટલે કે ૧૫ જુન આસપાસ દક્ષીણ ગુજરાત સહીત સૌરાષ્ટ્ર કેટલાંક વિસ્તારોમાં ધમાકેદાર એન્ટ્રી કરશે અનુમાન છે.
IMD વેબસાઇટ મુજબ ચોમાસા ની રેખા નો પશ્વિમ છેડો હાલ મહારાષ્ટ્ર ના અલીગઢ અને પુણે આસપાસ છે જ્યારે રેખાનો મધ્ય ભાગ મધ્ય-બંગાળ ની ખાડી મા તેમજ પૂર્વ છેડો સિક્કીમ સુધી લંબાઈએલ છે. આગાહી મુજબ મધ્ય અને પૂર્વોત્તર ભારત નાં રાજ્યો તરફ ચોમાસુ ઝડપી બેસી આગળ વધશે અને ગુજરાતમાં પણ આગાહી કરતાં વહેલું ચોમાસું પહોંચી જશે.
અરબ સાગરમાં બનેલી સાઇક્લોનિક સર્કયુલેશન સિસ્ટમ આપશે વરસાદ: હાલમાં સાયક્લોનિક સરક્યુલેશન પૂર્વ મધ્ય અરબ સાગર તેમજ લાગુ ઉત્તરીય અરબ સાગર પર 5.8 કીમી ની ઉંચાઇ એ છવાયેલ છે જેનો ટ્રફ સૌરાષ્ટ્ર લાગુ કચ્છ સુધી છે. જે ટ્રફ ચોમાસાના પરિબળો ને વધારે તાકતવાર બનાવશે અને વહેલાં વરસાદ આપી શકે છે. નબડો ઓફ શોર ટ્રફ દક્ષિણ મહારાષ્ટ્ર થી કર્ણાટક સુધી સક્રીય છે.
બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે તેમની કેટલી અસર?
જ્યારે બીજી બાજુ ઉત્તર બંગાળ ની ખાડી માં તારીખ ૧૧ દરમિયાન એક લો પ્રેશર સિસ્ટમ સક્રીય બનશે અને ઉત્તરોત્તર મજબુત બનીને વેલમાર્ક કે ડીપ્રેશન સુધી ની કેટેગરી સુધી મજબુત થશે. તે સિસ્ટમ ઉત્તર તરફ ગતી કરશે જેથી ઓડિશા, ઝારખંડ, બિહાર, પશ્વિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને પૂર્વ મધ્ય મધ્યપ્રદેશમા સારો વરસાદ પડશે. આ સિસ્ટમ થી ગુજરાત ને ખાસ અસરકારકતા નથી.
વરસાદની આગાહી ઉપર નજર કરીએ
સૌરાષ્ટ્રમાં આગાહી: તારીખ ૯ થી ૧૫ દરમિયાન છુંટાછવાયા વિસ્તારો માં પ્રિ-મોન્સુન એક્ટીવિટી ના ભાગરૂપે વરસાદ વરસતો રહે તેવી શક્યતા છે. ખાસ કરીને ૧૦ તારીખ થી દરીયાકાંઠા ના વિસ્તારો માં ઝાપટાઓ નુ પ્રમાણ વધશે. તેમજ આગાહી નાં સમય દરમિયાન અસહ્ય બફારા નો સામનો કરવો પડશે.
કચ્છ, ઉત્તર, મધ્ય ગુજરાત માં આગાહી: ૯ થી ૧૫ સુધી છુંટાછવાયા વિસ્તારો માં પ્રિ-મોન્સુન એક્ટીવિટી ના ભાગરુપે ખાસ કરીને બપોરબાદ કોઇ-કોઇ જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે તેમજ આગાહી નાં સમય દરમિયાન ગરમી વધારે જોવા મળી શકે છે.
દક્ષીણ ગુજરાતમાં આગાહી: ૯ થી ૧૫ તારીખ દરમિયાન ખાસ કરીને આગાહી ના પાછળ ના દિવસો માં ૨૫-૩૦% વિસ્તારો માં ઝાપટા થી માંડીને હળવો મધ્યમ વરસાદ પડશે તેમજ આગાહી દરમિયાન ચોમાસા નો વિધીવત પ્રારંભ થઇ જશે.
પૂર્વ ગુજરાતમાં આગાહી: ૯ થી ૧૫ દરમિયાન ખાસ કરીને આગાહીના પાછળ ના દીવસો મા કોઇ-કોઇ જગ્યાએ હળવો થી મધ્યમ વરસાદ પડશે, ખાસ કરીને મધ્યપ્રદેશ ના બોર્ડર વિસ્તાર મા વધુ શક્યતા ગણવી અને આગાહી નાં સમયમા વાતાવરણ માં અસહ્ય ઉકળાટ અનુભવાશે.
નોંધ રૂપી આગોતરુ એંધાણ: તારીખ ૧૦-૧૨ દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાત મા સર્ફેસ લેવલે વ્યવસ્થિત પવનો સેટ થઇ રહ્યા છે જેના પર થી અનુમાન લગાવી શકાય કે તારીખ ૧૮ જુન સુધીમાં ગુજરાત ના ઘણા ભાગોમા ચોમાસુ વિધિવત રીતે બેસી જશે. તેમજ તારીખ ૨૦ જુન બાદ થી સમગ્ર સૌરાષ્ટ્ર સહીત ગુજરાત મા ચોમાસુ કાયદેસર ની જમાવટ કરે તેવુ લાગી રહ્યુ છે.
નોંધ - ઉપર જણાવેલ Wether Analysis નું આગોતરું અનુમાન છે વધારે હવામાનની વિશેષ માહીતી માટે imd પર નિર્ભર રહેવુ.