Top Stories
khissu

હવાની દિશા બદલાશે તો? આગામી 5 દિવસ સુધી શું છે હવામાન આગાહી?

હાલમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. આગમી 5 દિવસ (23-24-25-26-27)તારીખ સુધી કોઈ વરસાદ આગાહી નથી. અત્યાર સુધી હવાનું દબાણ ઉત્તર તરફ ફંટાવાને કારણે વરસાદ પડતો હતો. જો 5 દિવસ બાદ હવાનું દબાણ બદલાશે તો વરસાદ શકયતાં બની શકે છે. 

હવે લાગશે બ્રેક: છેલ્લા પાંચ-છ દિવસથી ગુજરાતમાં જામેલું ચોમાસુ ફરી એકવાર નબળું પડવા જઈ રહ્યું છે. હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યું છે કે ચોમાસાની ઝડપ પર ફરી એક વખત બ્રેક લાગવાની સંભાવના છે. હવામાન ખાતાની આગાહી મુજબ આજથી એટલે કે સોમવારથી પાંચ દિવસ સુધી ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ ભારતના રાજયોમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે.

આપ સૌ જાણો છો કે ભારતમાં ૧૯ ઓગસ્ટથી ચોમાસાએ ઝડપ પકડી હતી. જોકે ગુજરાતમાં પણ બે-થી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી ચૂક્યો છે. પરંતુ ૨૪ ઓગસ્ટથી રાજ્યમાં ચોમાસું નબળું પડશે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી ચોમાસાની સ્થિતિ સારી ગણાતી નથી એટલે કે વરસાદ પડવાની સંભાવના ખૂબ જ ઓછી છે. રાજ્યમાં ફરીથી તાપમાનમાં વધારો થશે. આ પહેલા પણ 29 જૂન થી 11 જુલાઈ સુધી ચોમાસાના વરસાદ ઉપર બ્રેક લાગ્યો હતો. એમના પછી ઓગસ્ટ મહિનાના પ્રથમ બે અઠવાડિયામાં પણ ઘણો નબળો વરસાદ જોવા મળ્યો હતો.

રાજ્યમાં વરસાદના ત્રણ રાઉન્ડ પૂર્ણ થવા છતાં પણ હજી  44% ટકાથી વધારે વરસાદની ઘટ નોંધાઈ રહી છે. ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સારા વરસાદની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ભારત રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ દ્વિકલ્પ ભારતમાં વરસાદની ગતિવિધિઓમાં વધારો થવાની સંભાવના છે. 24 ઓગસ્ટ સુધી તમિલનાડુ, પોંડિચેરી, કરાઈકલમાં ભારે વરસાદ પડી શકે છે. તો 24 ઓગસ્ટ પછી પૂર્વોત્તર ભારત - પૂર્વ હિમાલયથી પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને બિહારમાં વરસાદ નાં પ્રમાણ માં વધારો થાય તેવી શક્યતા છે.

જો કે હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીનું લો-પ્રેશર હાલમાં નબળું પડી ચૂક્યું છે. જેમની અસર આજથી ધીમે ધીમે ગુજરાતમાં ઓછી થતી જશે. ત્યાર બાદ ફરી ગરમીમાં વધારો જોવા મળશે. ફરી રાજ્યમાં કોઈ સિસ્ટમ બનશે તો વરસાદ શકયતાં ઉભી થઈ શકે છે.