Top Stories
khissu

સિસ્ટમમાં ફેરફાર/ બે દિવસ મુખ્ય વરસાદ રાઉન્ડ ,જાણો ક્યાં ક્યાં?

બંગાળની ખાડીમાંથી ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ સુધી આવીને નબળી પડી ચુકેલ સિસ્ટમ થોડી હજી નીચે તરફ ખસી જેમણે કારણે વરસાદ દરિયામાં જતો રહ્યો હોય એવું લાગી રહ્યું છે. જોકે આ ભારે વરસાદ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ-પૂર્વ સૌરાષ્ટ્રમાં પડવાનો હતો. પરંતુ હવે આવનાર બે દિવસ એટલે કે 21અને 22 તારીખમાં ત્યાં વરસાદ થોડા અંશે ઓછો જોવા મળશે.

જોકે આજથી રાજ્યમાં જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં વરસાદ પ્રમાણ વધશે. 24 તારીખ સુધી બાકી રહેલ ઉત્તર ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની શરૂઆત થશે. હવે આવનારા 4 દિવસ સુધી ઝાપટાંનો વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રમાં આજે વરસાદ નું જોર થોડું વધારે જોવા મળશે. ભાવનગર, અમરેલી, દીવ, મહુવા, જુનાગઢ, રાજકોટ, બોટાદ બાજુનાં વિસ્તારોમાં વરસાદ વધી શકે છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ આજે વાતાવરણમાં પલટો જોવા મળશે અને વરસાદ ચાલુ થઇ શકે છે. 

૨૧અને ૨૨ તારીખ દરમિયાન મધ્ય-પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, ઉત્તર, મધ્ય અને પશ્ચિમ સૌરાષ્ટ્રની સાથે કચ્છમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. જોકે દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી જ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે.

આજે દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, ભરૂચ  નર્મદા, ડાંગ  છોટા ઉદયપુર અને દાહોદ સાથે મધ્યમાં આણંદ, ગાંધીનગર અને અમદાવાદમાં સામાન્ય થી હળવો વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર તળાજા, મહુવા, રાજુલા, દીવ, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ સુરેન્દ્રનગર અને બોટાદ સહિતના વિસ્તારો સાથે પોરબંદર, જામનગરમાં પણ સારો વરસાદ પડવાની શક્યતાઓ છે.


ઉત્તર ગુજરાતમાં પાલનપુર, બનાસકાંઠા, હિંમતનગર, અરવલ્લી બાજુનાંના વિસ્તારો સાથે કચ્છ, ગાંધીધામમાં વરસાદની શરૂઆત થઇ શકે છે. ઉપર ફોટા માં જણાવ્યાં મુજબ રેડ કલર ભારેથી મધ્યમ વરસાદ, વાદળી સામાન્યથી હળવો અને પીળા રંગના ટપકા ઓછો ઝાપટાનો વરસાદ દર્શાવે છે.

ખાસ નોંધ: અહીં ખેડૂત ભાઈઓને ખાસ જણાવવાનું કે સિસ્ટમ આધારિત ઘણા ફેરફારો જોવા મળી શકે છે. વરસાદની official માહિતી માટે હવામાન વિભાગને અનુસરવું. કુદરતી પરિબળોને કારણે આગાહીમાં ફેરફાર થઈ શકે