Top Stories
khissu

લાંબા ગાળાનાં ચાર્ટ સુધર્યા / ફરી નવો વરસાદ રાઉન્ડ આવશે, જાણો ક્યારે?

નમસ્કાર ખેડૂત મિત્રો, હાલમાં ગુજરાતમાં એક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે. ત્યાં ફરી બીજા રાઉન્ડને લઈને એક સારા સમાચાર મળી રહ્યા છે. થોડા દિવસો પહેલા અમે તમને જણાવ્યું હતું કે 29 તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં હલચલ થઈ રહી છે. નવું લો-પ્રેશર બની શકે છે. જે મુજબ હાલમાં એક સારા સમાચાર મળી રહ્યાં છે કે ગુજરાતમાં ફરી 29-5 તારીખ સુધીમાં નવો વરસાદ રાઉન્ડ આવી શકે છે. 

વેધર ફોરકાસ્ટની વેબસાઈટ મુજબ 28 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતની અંદર સુધારો જોવા મળી રહ્યો છે. નીચે વેબસાઇટનો Official ફોટો જોડેલો છે. જેમાં તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્રમાં વાતાવરણ સુધરી રહ્યું છે. ધીમે-ધીમે તેમાં વધારો થશે અને ફરી એક વરસાદ રાઉન્ડ આવી શકે છે. લાંબા ગાળાના ચાર્ટ સુધરી રહ્યા છે. 

અહીં ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓને જણાવવાનું કે આ અનુમાન થોડું લાંબાગાળાનું છે એટલા માટે એમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. આવનારા અઠવાડિયા માટેનાં એક અનુમાનનો બીજો ફોટો પણ તમે જોઈ શકો છો. જેમાં પણ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ચાર્ટ સુધરે તેવું જણાઈ રહ્યું છે. મિત્રો હાલમાં કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ખાસ એવા વરસાદની જરૂર છે. જોકે છુટાછવાયા વરસાદનો રાઉન્ડ 22 તારીખ સુધી ચાલુ રહેશે. 

ઉપર phota માં 20-26 તારીખ, 27-2 તારીખ, 3-9 તારીખ, 10-16 તારીખ સુધીનું અનુમાન છે. જેમાં પણ September મહિનાની શરૂઆતમાં સારો વરસાદ મળી શકે છે. 

હાલની સ્થિતિ જોતાં બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર નબળુ પડી ચૂક્યું છે અને વરસાદનું પ્રમાણ પણ ગુજરાતમાં આજથી ઘટી રહ્યું છે. જોકે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો સાઇક્લોનિક સિસ્ટમ પર જવાને કારણે આવનાર બે દિવસ સુધી હજી છૂટા-છવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં યથાવત્ રહેશે. 

ખાસ નોંધ: અહીં ખેડૂત ભાઈઓને ખાસ જણાવવાનું કે સિસ્ટમ આધારિત ઘણા ફેરફારો જોવા મળી શકે છે. વરસાદની official માહિતી માટે હવામાન વિભાગને અનુસરવું. કુદરતી પરિબળોને કારણે આગાહીમાં ફેરફાર થઈ શકે

શું છે હવામાન વિભાગની આગાહી? 
હવામાન ખાતાએ આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. મધ્ય ગુજરાતમાં સામાન્યથી-હળવા વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં પણ સામાન્યથી-મધ્યમ વરસાદ પડવાની આગાહી જણાવી છે. જોકે છેલ્લાં 24 કલાકમાં 77+ કરતાં વધારે તાલુકામાં વરસાદ નોંધાયો છે. 

બંગાળની ખાડીમાં સક્રિય બનેલ લો-પ્રેશર હાલમાં નબળું પડી ચૂક્યું છે. જોકે મધ્ય પ્રદેશ સુધી આ લો પ્રેશર આવતાં તેમના ટ્રફ પર ભેજ વાળા પવન જવાને કારણે વરસાદ પડી રહ્યો છે. આગમી 22-23 તારીખ સુધી આ વરસાદ ચાલુ રહી શકે છે. પશ્વિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શકયતાં ઓછી જણાઈ રહી છે. પરંતુ તેમાં પણ હળવા સામાન્ય ઝાપટા પડી શકે છે.

ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ નવી આગાહી કરી છે. આગાહીમાં જણાવ્યું છે કે છત્તીસગઢ ઉપર રહેલ લો-પ્રેશર સિસ્ટમ 21 ઓગસ્ટ સુધીમાં રાજસ્થાન તરફ આવશે. જે લો-પ્રેશરને કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ યથાવત્ રહેશે. આવનારા ત્રણથી ચાર દિવસ સુધી વરસાદ પડશે. 21 તારીખે વલસાડ, તાપી, સુરત, નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે. આ અગાઉ પણ તેમણે વરસાદને લઈને ગુજરાતમાં આગાહી કરી હતી કે 18થી 24 તારીખ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ પડશે.