Top Stories
khissu

સાવધાન:વોરટેક્સ / આટલાં જિલ્લામાં ભારે વરસાદ સંભાવના, જાણો ક્યાં ક્યાં?

ગુજરાતમાં 21 તારીખ સાંજના 5 વાગ્યાની અપડેટ મુજબ દક્ષિણ ગુજરાતના વલસાડ-મુંબઇ વચ્ચેનાં કાંઠા વિસ્તારમાં એક વોરટેક્સ બન્યું છે. એટલે કે નાના વિસ્તારમાં સર્જાયેલું એક સ્ટ્રોંગ સાયક્લોનિક સર્ક્યુલેશન.

વોરટેક્સ સિસ્ટમની અસરથી આજે રાતે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયા કાંઠાનાં અમુક વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના ગણી શકાય. જેમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં વધારે શક્યતા ગણવી. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં શક્યતા ગણવી. 

આ સાથે મધ્ય-પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં પણ ઝાપટાના પ્રમાણમાં વધારો થઈ શકે. ઉત્તર ગુજરાત અનેે કચ્છમાં વરસાદી માહોલ બની શકેે છે.

બંગાળની ખાડીમાંથી ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ સુધી આવીને નબળી પડી ચુકેલ સિસ્ટમ થોડી નીચે તરફ ખસી જેમણે કારણે વરસાદ દરિયામાં જતો રહ્યો હોય એવું લાગી રહ્યું છે. પરંતુ આ સિસ્ટમ માં સુધારો થતાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ-પૂર્વ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ આપશે. જે વરસાદ આવનાર 24 કલાક સુધી જોવા મળશે.

હવામાન વિભાગે પણ આગામી બે દિવસ સુધી વરસાદની આગાહી જણાવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ, સુરત, નવસારીમાં ભારે વરસાદની શક્યતાઓ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢમાં વરસાદની શક્યતાઓ રહેલી છે.

લો-પ્રેશરની અસરના ભાગરૂપે આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડી રહ્યો છે. ઘણી જગ્યા પર પાણી ભરાયા છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સૌરાષ્ટ્રમાં આજે વરસાદી વાતાવરણ વધ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. મઘ્ય ગુજરાતનાં ગાંધીનગરમાં પણ લાંબા વિરામ બાદ આજે ફરી વરસાદ પડ્યો છે. જો તમારાં વિસ્તારમાં વરસાદ હોય તો નીચે comment કરજો.