Top Stories
વેધર ચાર્ટ સુધાર્યા / આજે અમદાવાદ સહિત સૌરાષ્ટ્રમાં ભુક્કા કાઢશે વરસાદ, જાણો સંપૂર્ણ અહેવાલ...

વેધર ચાર્ટ સુધાર્યા / આજે અમદાવાદ સહિત સૌરાષ્ટ્રમાં ભુક્કા કાઢશે વરસાદ, જાણો સંપૂર્ણ અહેવાલ...

નમસ્કાર ખેડૂત મિત્રો, 
ખેડૂત મિત્રો આજે 25 જુલાઈ છે અને આજે ગુજરાતમાં સૌથી વધારે વરસાદનું જોર જોવા મળશે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ બની હતી જે હાલમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન લાગુ વિસ્તારો પર આવી પહોંચી છે. આ સિસ્ટમ પહેલા ઉત્તર રાજસ્થાન રાજ્ય તરફ હતી પરંતુ હવે થોડીક નીચે આવી છે જેમને કારણે વેધર ચાર્ટ સુધર્યો છે અને આજે ધાર્યા કરતાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે.

અત્યાર સુધી લો-પ્રેશર સિસ્ટમની અસર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં થાય એવી શક્યતાઓ જણાવી હતી, પરંતુ હવે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર પણ આ લો પ્રેશર સિસ્ટમની સારી અસર જોવા મળશે તેવાં અહેવાલો જોવા મળી રહ્યા છે.

વેધર ચાર્ટ મુજબ આજે ગુજરાતમાં મધ્યગુજરાત લાગુ વિસ્તારો, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે. ગઈકાલે અમદાવાદ જિલ્લામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જોકે, આજે પણ અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. 

આજે અતિભારે વરસાદની શક્યતા વાળા જિલ્લાઓ?
આજે અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, પંચમહાલ, ભાવનગર, અમરેલી, બોટાદ જિલ્લાના કોઈક કોઈક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે.

કચ્છ જિલ્લામાં છુટો-છવાયો વરસાદ જોવા મળશે, જ્યારે સૌરાષ્ટ્રની અંદર બધી બાજુ છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે. જેમ કે મોરબી, જામનગર, પોરબંદર, રાજકોટ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર જિલ્લા આજુબાજુ આજે વરસાદનું જોર વધી શકે.

ખાનગી સંસ્થા Skymet અને હવામાન દ્વારા આગામી 48 કલાક સુધી વરસાદ ભારે વરસાદ આગાહી? 
ગઈકાલે ખાનગી સંસ્થા સ્કાયમેટના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મોડાસા, જેવા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેલી છે. જ્યારે હવામાન ખાતાએ આજે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો તે જિલ્લામાં પણ અતિભારે વરસાદ હવામાન વિભાગની આગાહી મુજબ પડી શકે છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશર સિસ્ટમની સૌથી વધારે અસર આજે ગુજરાતમાં જોવા મળશે અને ત્યાર પછી લો-પ્રેશર સિસ્ટમની અસર ધીમે ધીમે ઘટતી જશે. જો કે આવનારા હજી બે થી ત્રણ દિવસ સુધી છુટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ રહેશે.