નમસ્કાર ખેડૂત ભાઈઓ,
ગુજરાતનાં ખેડૂતો જેમની રાહ જોઈ રહ્યા છે તેમને લઈને હવામાન વિભાગે આનંદોની આગાહી કરી છે. આજથી ત્રણ દિવસ પહેલા હવામાન ખાતાએ ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી જેમાં માત્ર દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી કરી હતી. પરંતુ આજે ફરી હવામાન વિભાગે પોતાની આગાહી બદલી છે અને હવે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે.
હવામાન ખાતાએ જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં 22 જુલાઇ દરમિયાન હવાનું હળવું દબાણ ઉત્પન્ન થશે જેમને કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે. જે લો-પ્રેશરની સૌથી વધારે અસર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળશે.
હવામાન ખાતાએ નવી આગાહી કરી તે મુજબ:
21 તારીખે આગાહી?
સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, મહેસાણા, છોટાઉદયપુર, નર્મદા, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીનાં મોસ્ટ ઓફ પાર્ટમાં સામાન્યથી-મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે એ સિવાયના ગુજરાતના બીજા ભાગોમાં છુટો-છવાયો વરસાદ પડે તેવી આગાહી કરી છે. 51થી 75% ટકા સુધીના વિસ્તારમાં. અને અમુક અમુક વિસ્તારોમાં થંડરસ્ટ્રોમની આગાહી પણ જણાવી છે.
22-23 તારીખે આગાહી?
22 તારીખે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનાં ઘણાં ભાગોમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ઘણા બધા વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે. સાથે છૂટા છવાયા વિસ્તારોમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળશે.
ઉપરનાં ફોટામાં હવામાન વિભાગ દ્વારા 21, 22, 23, 24 અને 25 તારીખ સવાર સુધીની આગાહી જણાવી છે. જેમાં 24-25 તારીખ દરમિયાન સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
24 તારીખે આગાહી?
24 તારીખ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા પોતાની વેબસાઈટ માં દર્શાવવામાં આવી છે. જેમાં ખાસ કરીને સંપૂર્ણ દક્ષિણ ગુજરાત, સંપૂર્ણ ઉત્તર ગુજરાત, સંપૂર્ણ પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમની સાથે સંપૂર્ણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ૫૦થી ૭૫ ટકા ભાગોમાં લાઈટ થી મોડરેટ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
25 તારીખે આગાહી?
24 તારીખ ની જેમજ 25 તારીખે પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
હાલમાં જુલાઈ મહિનાનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે જેમાં પણ બેક ટુ બેક લો પ્રેશર બંગાળની ખાડીમાં સક્રીય થશે એક લો-પ્રેશર 23 જુલાઇ દરમિયાન અને તેના પછી એક લો-પ્રેશર 27 જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં તૈયાર થાય એવી શક્યતાઓ રહેલી છે. જેમને કારણે આગામી દિવસોમાં હજી પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે.