khissu.com@gmail.com

khissu

હવામાન આગાહી: સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી

રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસુ જામી ગયું છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ દાદરા નગર હવેલીમાં પણ વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

બીજી બાજુ સૌરાષ્ટ્રમા અમરેલી, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ, જામનગર અને સુરેન્દ્રનગર માં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ આગાહી વચ્ચે માછીમારો ને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા કહેવામાં આવ્યું છે.

આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ જિલ્લામાં ઝાપટાંથી લઈને 3 ઇંચ સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.