Top Stories
આખું વર્ષ સારું કરવા માત્ર એક નક્ષત્ર કાફી, જાણો કાલથી શરૂ થતાં આદ્રા નક્ષત્ર વિશે, અતિભારે વરસાદ આગાહી

આખું વર્ષ સારું કરવા માત્ર એક નક્ષત્ર કાફી, જાણો કાલથી શરૂ થતાં આદ્રા નક્ષત્ર વિશે, અતિભારે વરસાદ આગાહી

આજે મૃગશીર્ષ નક્ષત્ર પૂર્ણ થશે. આવતી કાલે નવું નક્ષત્ર શરૂ થશે એટલે કે નક્ષત્ર બદલાશે. નવા શરૂ થતાં નક્ષત્રનું નામ આદ્રા છે. આ નક્ષત્ર વિશે એવું કહેવાય છે કે વર્ષે આદ્રા તો કરે બારેમાસ પાધરા

વરસાદના કેટલાં નક્ષત્રો હોય છે? વરસાદના 12 આ મુજબ હોય છે .વરસાદના નક્ષત્રોમાં ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, આદ્રા, પુનર્વસુ, પુષ્પા,આશ્લેષા, પૂર્વ ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, ચિત્રા અને સ્વાતિ નક્ષત્ર છે.

આવનાર નક્ષત્રમાં વરસાદના ઉજળા સંજોગો
હાલમાં મૃગશીર્ષ નક્ષત્ર ચાલુ હતું અને આ મૃગશીર્ષ નક્ષત્ર વિશે એવું કહેવાય છે કે મગશરા વાય તો આદ્રામેં આયા, એટલે કે મગસરા નક્ષત્રમાં વરસાદ પડે, ગરમી બફારો થાય, તો તે પછીના આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ આવે છે. એટલે હવે આદ્રા નક્ષત્રમાં સારા વરસાદના ઉજળા  સંજોગ જણાઈ રહ્યા છે. 

આદ્રા નક્ષત્ર ની શરૂઆત ક્યારે થશે? 
સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ તારીખ ૨૨/૦૬/૨૦૨૩ના રોજ થશે. આદ્રા નક્ષત્ર ગુરૂવારને સાંજે ૦૫ વાગીને ૪૯ મિનિટે બેસશે. ૦૫/૦૭/૨૦૨૩ સુધી આદ્રા નક્ષત્ર ચાલુ રેહશે. આદ્રા નક્ષત્રનું વાહન ધેટું છે. સામાન્ય રીતે ગુજરાતમાં સારા ચોમાસાની શરૂઆત આદ્રા નક્ષત્રથી થતી હોય છે. જો કે આવનાર દિવસોમાં વરસાદના સારા સંજોગ બની રહ્યા છે.

વરસાદની શું આગાહી છે? આદ્રા નક્ષત્ર બેસવાની સાથે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતો હોય છે. આદ્રા નક્ષત્ર વિશે એવું કહેવાય છે કે વર્ષે આદ્રા તો કરે બારેમાસ પાધરા. એટલે આ નક્ષત્રમાં વરસાદ પડે તો ચોમાસાની સારી શરૂઆત થાય અને વર્ષ સારું રહે. બારે માસ એટલે કે બાર મહિના (આખું વર્ષ) પાદરા એટલે કે સરખા કરી દેય. આદ્રા નક્ષત્રમાં સામાન્ય, મધ્યમ અને વાવણી લાયક વરસાદ જોવા મળતો હોય છે. મગશરા વાય તો આદ્રામેં આયા, વર્ષે આદ્રા તો બારેમાસ કરે પાધરા.

આવનાર દિવસો માટે હવામાન અને વેધર મોડલ શું કહે છે? 
હવામાન વિભાગે કહે છે કે આગમી બે દિવસ પછી એટલે કે 23 તારીખ પછી ચોમાસુ આગળ વધશે. 23 થી 25 ગુજરાતના દક્ષિણ કાંઠે ચોમાસુ દસ્તક દઈ શકે છે. Weather Forecast model ડેટા મુજબ જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના સંજોગો જણાય રહ્યા છે.