Top Stories
લો પ્રેશર સક્રિય / કેટલી અસર? જાણો આજે ક્યાં વરસાદ ચાલુ થશે?

લો પ્રેશર સક્રિય / કેટલી અસર? જાણો આજે ક્યાં વરસાદ ચાલુ થશે?

ગઈ કાલની અપડેટ મુજબ વેસ્ટ-સેન્ટ્રલ અને નોર્થ વેસ્ટ બંગાળની ખાડી તેમજ તેની આજુબાજુના વિસ્તારમાં આજે એટલે કે 17 ઓગસ્ટના રોજ લો-પ્રેસર સક્રિય થયું છે. જે લો-પ્રેશર આગામી 2 દિવસ સુધી ઉત્તર પશ્ચિમ મધ્ય ભારત અથવા પશ્ચિમ દિશામાં આગળ વધશે. જેમ-જેમ આગળ વધશે તેમ-તેમ વરસાદ રાઉન્ડ ચાલુ થશે. આજથી દક્ષિણ પૂર્વ ગુજરાતમાં વરસાદ ચાલુ થઈ શકે છે. 

મિત્રો હાલમાં અરબી સમુદ્રનાં વાદળો દૂર જતાં રહ્યાં છે અને આકાશ ચોખ્ખું થઈ ચૂક્યું છે. પવનની ઝડપમાં ઘટાડો નોંધાયો છે. હવે બંગાળની ખાડીનાં નવા વાદળો છવાયેલા જોવા મળશે અને વરસાદી માહોલ પણ સર્જાશે. સિસ્ટમને કારણે 18-19-20 તારીખ દરમિયાન ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જોકે સિસ્ટમનાં ટ્રેક વિશે હજી પણ થોડી અસમજતા છે. કેમ કે સાઇક્લોનિક સિસ્ટમ સામે મોટી એન્ટી સાઇક્લોનિક સિસ્ટમ બની રહી છે. જે સિસ્ટમ આ લો પ્રેશર ને મજબૂત બનાવતાં અટકાવી શકે છે. અને જે સારા વરસાદની રાહ જોવાતી હતી તેમાં ઘટાડો થઈ શકે છે.

હાલ ક્યાં વિસ્તારમાં વધારે શક્યતા જણાઈ રહી છે?
આજે અને 18 તારીખે દક્ષિણ ગુજરાત અને લાગુ મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પૂર્વ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ઝાપટાંની શરૂઆત થઈ શકે.

જ્યારે 19 અને 20 તારીખે દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે. એમાં ઘણી જગ્યા એ સારો વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સારી શરૂઆત થઈ જશે.

જોકે 19 અને 20 તારીખમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ કોઈ-કોઈ જગ્યાએ સારા વરસાદની શક્યતા રહેલી છે. જોકે હજી સિસ્ટમ નજીક આવશે તેમ સુધારો થતો જશે. અમે વરસાદની વધારે અપડેટ Khissu ની Application માં જણાવતા રહીશું. માટે Khissu ની Application ડાઉનલોડ કરી લેજો.