Top Stories
khissu

આવતી કાલે બંગાળની ખાડીમાં બનશે લો-પ્રેશર, ગુજરાતમાં ક્યારે અસર કરશે?

આવતી કાલે 16 ઓગસ્ટના રોજ બંગાળની ખાડીમાં લો-પ્રેશર બનશે. લો પ્રેસર વેલમાર્ક લો-પ્રેશરમાં ફેરવાય અને ધીમે-ધીમે મધ્ય ભારત તરફ આગળ વધશે. લો-પ્રેશર બન્યા બાદ 24થી 36 કલાકમાં વેલમાર્ક લો-પ્રેશર માં ફેરવાઈ શકે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે. આ મજબૂત વેલમાર્ક લો-પ્રેસરનો ટ્રફ ગુજરાત સુધી જોવા મળશે અને ગુજરાતમાં 17-18 તારીખથી વરસાદના રાઉન્ડની શરૂઆત થઈ જશે. આ વરસાદ રાઉન્ડ 22-23 તારીખ સુધી ચાલી શકે છે. 

ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર એ મળી રહ્યા છે કે આવનારા દિવસોમાં ગુજરાતનાં ૫૦-૬૦%  વિસ્તારમાં તો વરસાદ આવશે જ એવું જણાય રહ્યું છે. જોકે હજી ટ્રેક બદલાશે તો ગુજરાતનાં બીજા વિસ્તારોમાં પણ સારો વરસાદ થઇ શકે છે. લો-પ્રેશર વેલમાર્ક લો-પ્રેશરમાં ફેરવાશે ત્યાર પછી ચોક્કસ રસ્તો નક્કી થશે અને ક્યાં જીલ્લામાં વધારે વરસાદ પડશે તેમની માહિતી મળશે.

હાલની અપડેટ મુજબ લો-પ્રેશર સિસ્ટમ સીધી ગુજરાતને અસર કરશે નહીં પરંતુ ગુજરાતમાં સારો વરસાદ આ લો-પ્રેશરને કારણે મળી શકે છે. જ્યારે સિસ્ટમ મધ્ય પ્રમુખે આવશે ત્યારે ચોક્કસ વિસ્તાર જાણવા મળશે.

હાલમાં ક્યાં શક્યતા જણાઈ રહી છે?
હાલની સ્થિતિ મુજબ જોઈએ તો આ સિસ્ટમનો વરસાદ દક્ષિણ ગુજરાતમાં, મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં લાભ આપી શકે છે. આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના ચાલીસથી પચાસ ટકા વિસ્તારોમાં પણ સારા વરસાદનો લાભ મળે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતાઓ ઓછી જણાય છે પરંતુ સિસ્ટમમાં સુધારો થશે તો ત્યાં પણ સારો વરસાદ મળી શકશે.

છેલ્લા બે દિવસથી ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાં વરસાદી ઝાપટાંનું પ્રમાણ વધ્યું છે. આવનારાં દિવસોમાં હજી પણ વધે તેવી શક્યતા છે. હવામાન ખાતાએ પણ આગમી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વરસાદ જોર વધશે તેવી આગાહી જણાવી છે.

આવતી કાલથી મઘા નક્ષત્રની શરૂઆત થશે. મઘા નક્ષત્રનું વાહન ગધેડું છે. મઘા નક્ષત્રમાં ખંડવૃષ્ટિ થતી હોય છે. તો અમુક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ પડતો હોય છે. 29 ઓગસ્ટ સુધી આ નક્ષત્ર ચાલુ રહશે. સિસ્ટમ મુજબ સારો વરસાદ પડી શકે છે.