આજે સંપૂર્ણ લોકડાઉનને લઈને શું બોલ્યાં ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

18 માર્ચ 2021 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંપૂર્ણ લોકડાઉન આવશે કે નહીં તે બાબતે ચર્ચા કરી હતી. ગુજરાતમાં છેલ્લા દસ-પંદર દિવસથી કોરોના નાં કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણીના તહેવારો પહેલા કોરોના પોઝિટિવ કેસનો આંકડો 300 ની અંદર જોવા મળતો હતો પરંતુ હવે ગઈકાલે 1122 કોરોના પોઝિટિવ કેસ જોવા મળ્યા હતા. આ વધતા જતા કેસને ધ્યાનમાં લઈને સરકારે કડક કાયદાઓ, નિર્ણયો અમલમાં મૂક્યા છે. 

શું ગુજરાતમાં સંપૂર્ણ લોક ડાઉન આવશે? 

આજે વિડીયો પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પૂછવામાં આવ્યું હતું કે શું ફરી ગુજરાતમાં લોકડાઉન આવશે? જેમનાં જવાબ માં તેમણે જણાવ્યું હતું કે '' લોકડાઉનની વાત અત્યારે નથી '' એટલે કે ગુજરાતમાં ફરી વખત સંપૂર્ણ લોકડાઉન આવશે નહીં સાથે જણાવ્યું હતું કે ગુજરાત એક વખત lockdown માંથી પસાર થઇ શકયું છે અને હવે ફરીથી એવી પરિસ્થિતિ જોવા માંગતુ નથી. 

શું ગુજરાતમાં શાળા કૉલેજ બંધ કરાવવામાં આવશે? 

પૂછેલા પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આજ સાંજ સુધીમાં નિર્ણય જાહેર કરવામાં આવશે કે ગુજરાતની અંદર શાળા-કોલેજો ચાલુ રાખવી કે બંધ કરી દેવી? ઓનલાઇન પરીક્ષાનું આયોજન કરવું કે કઈ રીતે આગળ શિક્ષણકાર્ય વધારવું? 

ફરી વધતાં જતાં કેસને લઈને સુરત અને અમદાવાદમાં કડડ નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે 4 મહાનગરોમાં રાત્રિ કર્યુનો કડક રીતે અમલ થઈ રહ્યો છે, અને સૂત્રો નાં માધ્યમથી માહિતી મળી રહી છે કે ભાવનગર સાથે બીજા જીલ્લા માં પણ કોરોના કેસ વધશે તો ત્યાં પણ રાત્રિ કર્ફ્યુ લાગી શકે છે. ગુજરાતના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોરોના ટેસ્ટ વધારવામાં આવ્યા છે, કડક પગલાં પણ સરકાર લઈ રહી છે, આગામી દિવસોમાં lockdown કરવાની કોઇ વિચારણા સરકારની નથી, પરંતુ હા, શાળા-કોલેજ બંધ રાખવા કે ચાલુ રાખવા એની માટેનો નિર્ણય આજે જાહેર કરવામાં આવશે. અને ત્યારબાદ વિધાર્થીઓની પરીક્ષા છે એ પણ ઓનલાઇન થઇ શકે છે. આજથી અમદાબાદમાં બસ સુવિધા બંધ થતાં નોકરિયાત લોકો અને વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે. રીક્ષા વાળા વધારે ભાડું લઈ રહયા છે. અને આજથી સાંજે સુરતની અમુક બજાર સંપૂર્ણ બંધ કરવામાં આવશે એવી માહિતી પણ મળી રહી છે.

હાલ પૂર આવી ગયા પછી પાળ બાંધવા જેવી સ્થિતિ સામે આવી રહી છે. સરકારી અધિકારીઓ રાતોરાત નિર્ણયો લઈ રહ્યા છે. તંત્રના અણધડ વહીવટથી લોકો મુશ્કેલીમાં મુકાયા.

કોરોના પર કાબૂ મેળવવા લેવાયો મહત્વનો નિર્ણય: કોરોના પર કાબૂ મેળવવા ચાર સચિવોને જવાબદારી સોંપવામાં આવી. જેમાં અમદાવાદની જવાબદારી અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ ગુપ્તાને સોંપાઈ જ્યારે સુરતની જવાબદારી GIDCના મેનેજિંગ ડિરેક્ટર એન.થેન્નારસનને સોંપાઈ તેવી જ રીતે રાજકોટની જવાબદારી ઉદ્યોગ કમિશ્નર રાહુલ ગુપ્તાને સોંપાઈ અને વડોદરાની જવાબદારી શિક્ષણ સચિવ વિનોદ રાવ અને નાણાં સચિવ મિલિંદ તોરવણેને સોંપાઈ.

અમદાવાદ AMC નો મહત્વનો નિર્ણય: હવે ખાનગી હોસ્પિટલમાં કોરોના સારવાર માટે પૈસા ચૂકવવા પડશે. જો કોરોનાની મફત સારવાર જોઈતી હોય તો ફરજિયાત સરકારી હોસ્પિટલોમાં જ દાખલ થવું પડશે. જે અગાઉ કોર્પોરેશને અમુક ખાનગી હોસ્પિટલો સાથે MOU કર્યા હતાં જેથી દર્દીઓ મફત સારવાર મેળવી શકતા હતાં. જોકે હવે કોર્પોરેશને નિર્ણય બદલી નાખ્યો છે અને ખાનગી હોસ્પિટલો સાથેના MOU રદ કરી નાખ્યાં જેથી હવે ખાનગી હોસ્પિટલોમાં કોરોના સારવાર માટે પૈસા ચૂકવવા પડશે.

અમદાવાદમાં પણ બસ સેવા બંધ: અમદાવાદમાં મચ્યો કોરોના હાહાકાર. સુરતની જેમ અમદાવાદમાં પણ આજથી AMTS અને BRTS બસની સેવા બંધ કરવામાં આવી. આ ઉપરાંત ખાનગી તેમજ સરકારી ગેમ ઝોન્સ, સ્પોર્ટ્સ ક્લબ, જીમ અને બગીચાઓ બંધ રહેશે. જોકે રિવરફ્રન્ટ અને કાંકરીયા તળાવ પહેલેથી જ બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી.

ખાનપુરમાં સંપૂર્ણ લોકડાઉન લાગવાયું: વડોદરા જીલ્લાનાં ખાનપુર ગામે એક અઠવાડિયામાં કોરોનાના ૪૭ કેસ આવ્યાં જેથી ગામમાં હાહાકાર મચી ગયો હયો. જોકે કોરોનાથી એક વૃદ્ધનું મોત થતાં ખાનપુર ગ્રામ પંચાયતે ૩૧ માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું.

ગુજરાતમાં શાળા-કોલેજો બંધ: ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા વાલીઓ ચિંતામાં મુકાઈ ગયાં હતાં. તેથી વાલીઓ ઓફલાઈન શિક્ષણના બદલે ઓનલાઈન શિક્ષણ કરવાની માંગ કરી હતી. જેને ધ્યાને લઇ સરકારે મહત્વનો નિર્ણય લીધો. જે મુજબ રાજ્યના ૮ મહાનગરોમાં ૧૦ એપ્રિલ સુધી શાળા-કોલેજો બંધ રહેશે. જોકે મહાનગરો સિવાયના જિલ્લાઓમાં સ્વૈચ્છીક રીતે વિદ્યાર્થીઓ શાળાએ જઇ શકશે.

મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ: મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૨૩,૧૭૯ નવા કેસ નોંધાયા. જોકે સાજા થનાર દર્દીઓની સંખ્યા ૯૧૩૮ છે અને ૮૪ દર્દીઓના મોત થયાં. હાલ મહારાષ્ટ્રમાં ૧,૫૨,૭૬૦ કેસ એક્ટિવ છે.

અમદાવાદમાં શું શું બંધ કરાયું ?

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ, કાંકરિયા તળાવ તથા નાના મોટા 273 ગાર્ડન બંધ કરાયા છે. જે કોરોના સંક્રમણ છે તેવા વિસ્તારોમાં AMTS અને ABRTS બસ સુવિધાઓ બંધ કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1122 કેસો નોંધાયા છે. અમદાવાદમાં 36 થી વધુ વિસ્તારોને કન્ટેનમેન્ટ જોન જાહેર કરી દીધા છે અને મહાનરપાલિકાએ બીઆરટીએસ ની સેવાઓ ઠપ કરી દીધી છે. 

સુરતના 230 ગાર્ડન બંધ: સુરતની અંદર કોરોના  સંક્રમણ વધવાને લીધે બુધવારે પ્રાણી સંગ્રહાલયો અને 230 જેટલા પબ્લિક ગાર્ડન બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીઆરટીએસ ના 20 રૂટની 300 બસ, સાયન્સ સેન્ટર, ઝુ, ગોપીતળાવ, ટ્યુશન ક્લાસ ને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ચૂંટણીમાં બાદ ઝડપથી કોરોના કેસો સામે આવી રહ્યા છે. મંગળવારે 1000 નવા કેસો સામે આવ્યા હતા અને વધુ કેસો ધરાવતા વિસ્તારોને પણ બંધ કરી દેવામાં આવ્યા છે.