khissu

કોરોના અને હાર્ટએટેક વચ્ચે શું કનેક્શન? જો એકલા હોવને હાર્ટએટેક આવે તો શું કરવું? અને શું ન કરવુ?

કોરોના ની બીજી લહેરે દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે વધી રહેલા કેસોએ સરકારની ચિંતામાં વધારો કર્યો છે. એવામાં કોરોના વાયરસ થી થઈ રહેલા મૃત્યુ નાં આંકડા પણ ચોંકાવનારા છે. કોરોના ની બીજી લહેરમાં ઘણા બધા લક્ષણો પણ જોવા મળ્યા છે જેથી ડોકટરો પણ મુશ્કેલીમાં મુકાયા છે અને દર્દીઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એવી જ એક સમસ્યા હ્રદયરોગ (હાર્ટએટેક) ને લઈને થઈ રહી છે. અમુક લોકો જે કોરોના નેગેટિવ થઈ જાય છે તેને હાર્ટએટેક જેવા રોગનો સામનો કરવો પડે છે.

કોરોના અને હાર્ટએટેક ને શું સબંધ છે?
એવું જાણવા મળી રહ્યું છે કે કોરોના ને હરાવ્યા બાદ પણ અમુક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને ધબકારા પણ વધી જાય છે. તેનું બ્લડ પ્રેશર પણ ઉપર નીચે થવા લાગે છે. કારણ કે કોરોનાની અસર સીધી હ્રદય પર થતી હોય છે. ડોકટરો કહે છે કે કોરોના સામેની લડાય દરમિયાન આવા લક્ષણો ને અવગણવા ન જોઈએ. જો સમયસર લક્ષણો ની ઓળખ કરી લેવામાં આવે તો હાર્ટએટેકની સંભાવના ઓછી થાય છે.

આ લક્ષણો ઓળખવા મહત્વપૂર્ણ :- લક્ષણો ની વાત કરીએ તો જો તમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, છાતીમાં દુખાવો થતો હોય, હાથપગ ઉપર સોજા આવવા, ચાલતી વખતે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો તુરંત જ ડોકટર ની સલાહ લેવી જોઈએ. કોરોના ને હરાવ્યા બાદ પણ સાવચેતી રાખવી પડે છે. ખોરાક થી લઈને એક્સસાઇઝ ઉપર ભાર મૂકવો જોઈએ. વધારે તીખું તળેલું ખાવાનું ટાળવું જોઈએ. સિગરેટ અને દારુનુ સેવન પણ ન કરવું જોઈએ.

તણાવ અને ડિપ્રેશન થી બચવાની જરૂર :- કોરોના અને હાર્ટ એટેક વચ્ચે ડર એ કોમન વાત છે. લોકોમાં કોરોના નો ભય નથી પણ ડર એ વાતનો છે કે તે પણ કોરોના નો શિકાર ન થઈ જાય. એટલે કે મહામારી થી વધારે મહામારી થવાનો ડર છે.

ઘણા દર્દીઓને તણાવ ની ફરિયાદો હોય છે, જે હ્રદય રોગનું કારણ બની જાય છે. ડોકટરો કહે છે કે ઘણા બધા દર્દીઓ છે જેના દરેક ટેસ્ટ નોર્મલ આવે છે પણ હ્રદય રેટ ઉંચો આવે છે. એવામાં પોતાને તણાવ થી દૂર રાખવું એ પણ મોટો પડકાર છે. ફકત કોરોના નેગેટિવ આવી જવાથી બધું પહેલા જેવું નથી થઈ જતું. સંપૂર્ણ રિકવરી માટે પણ ખૂબ કાળજી રાખવી જરૂરી છે. જો કોઈને પહેલેથી જ હ્રદય સબંધી રોગો છે તો તેણે ડોક્ટર નાં સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

ઘરે એકલા હોવને હાર્ટ એટેક આવે તો શું કરવું? અને શું ન કરવુ?
જો દર્દી ઘરમાં એકલો હોય અને હાર્ટ એટેક આવી જાય તો તેને કોઈની મદદ નથી મળી શકતી. એવામાં થોડી સમજદારી થી પોતાનો જીવ બચી શકે છે. હાર્ટ પેશન્ટે ડોકટર અને સ્વજનનો નંબર હંમેશા સ્પીડ ડાયલ માં સેવ રાખવો જોઈએ. જેથી ઇમરજન્સી સમયે તરત જ બોલાવવામાં સરળતા રહે. એમ્બ્યુલન્સ ન આવે ત્યાં સુધી આ 10 વાતો પર અમલ કરવો જેથી આ પ્રોબ્લેમ ને કંટ્રોલ કરી શકાય. 

(1) જમીન પર સીધા સૂઈ જાવ અને આરામ કરો, વધુ હલનચલન ન કરશો.
(2) પગને થોડી ઊંચાઈ પર મૂકો. પગનું બ્લડ હાર્ટ તરફ સપ્લાય થવાથી BP કંટ્રોલ થશે.
(3) ધીરે ધીરે લાંબા શ્વાસ લો. જેથી બોડીને પૂરતો ઓકસીજન મળે.
(4) કપડાંને ઢીલા કરી દો તેનાથી બેચેની ઓછી થશે.
(5) સોરબ્રિટેટ ની એક ગોળી જીભની નીચે મુકો.
(6) દવાઓ સિવાય બીજું કંઈ ન ખાશો.
(7) ઉલ્ટી થાય તો એક બાજુ વળીને ઉલ્ટી કરી જેથી ઉલ્ટી લંગ્સમાં ન જાય.
(8) સોરબ્રિટેટ ન હોય તો ડીસ્પ્રીનની ગોળી ખાઈ શકો.
(9) પાણી કે કોઈ ડ્રીંક પીવાની ભૂલ ન કરો. તેનાથી ઉલ્ટી અને તકલીફો વધી શકે છે.
(10) પાડોશી, પરિચિત વ્યક્તિ કે ડોકટર ને ફોન કરીને જાણ કરો.