ગુજરાતમાં ગઈકાલે એરંડાની આવક વધીને સવા થી દોઢ લાખ ગુણીએ પહોચી હતી પણ ભાવ પર બહુ મોટી અસર જોવા મળી નથી. હજુ પણ માર્કેટિંગ યાર્ડમાં એરંડાનો ભાવ મણના રૂ. 940 થી 970 જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે એરંડાની આવક એક લાખ ગુણી ઉપર જાય એટલે ભાવ ઝડપથી ઘટવા લાગે છે પણ આ વર્ષે એરંડાને વખારમાં ભરવાવાળા વખારિયાઓએ ભાવ ઘટવાની બહુ રાહ જોઇ હતી પણ ભાવ ઘટયા નહીં એટલે હવે વખારિયાઓની ખરીદી એકદમ વધી ગઇ છે.
ખેડૂતોએ એરંડાની આવક દરરોજ જોતી રહેવી જો આવક હજુ ચાર-પાંચ દિવસ દોઢ લાખ ગુણી જ રહે અને ભાવ જો ઘટવાની શરૂઆત થાય તો એરંડા રાખી મૂકવાથી નુકસાની થઇ શકે છે. એરંડા જો લાંબા સમય એટલે કે છ થી આઠ મહિના સુધી રાખી મૂકવાની ગણતરી હોય તો જ એરંડાનો સ્ટોક ખેડૂતોએ કરવો નહિતર ખેડૂતોએ એંરડાના ભાવ બે થી ત્રણ દિવસ એકધારા ઘટવા લાગે તે પહેલા એરંડા વેચી દેવા જોઇએ. નીકળતી સીઝને એરંડામાં આવેલી તેજી આગલા બે વર્ષ ટકી નહોતી આથી ખેડૂતો બહુ મોટું જોખમ ન ઉઠાવે.
આજના બજાર ભાવ તમે Khissu Application માં જોઈ રહ્યાં છો તો Khissu Application નું નવું વર્જન Play Store માંથી અપડેટ કરી લો. જેથી તમે સરળતાથી બજાર ભાવ કોષ્ટકમાં નીહાળી શકો. અત્યારે જ અપડેટ કરવા અહીં ક્લીક કરો.
આજના (તા. ૧૩/૦૪/૨૦૨૧, મંગળવારના) એરંડાના ભાવોની વાત કરીએ તો ગુજરાતની ઘણી બધી માર્કેટ યાર્ડમાં એરંડાનો ભાવ 950+ રહ્યો હતો જેમાંથી સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં સૌથી ઉંચો ભાવ 978 બોલાયો હતો.
આજના (તા. ૧૩/૦૪/૨૦૨૧, મંગળવારના) એરંડાના બજાર ભાવો નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 875 | 920 |
ગોંડલ | 851 | 946 |
જુનાગઢ | 865 | 924 |
જામનગર | 850 | 915 |
જામજોધપુર | 850 | 945 |
વિસાવદર | 714 | 882 |
ધોરાજી | 846 | 916 |
મહુવા | 566 | 891 |
પોરબંદર | 870 | 871 |
અમરેલી | 750 | 899 |
કોડીનાર | 880 | 823 |
ભાવનગર | 600 | 910 |
જસદણ | 600 | 900 |
ભચાઉ | 920 | 933 |
ભુજ | 925 | 822 |
માંડલ | 923 | 931 |
ડીસા | 940 | 950 |
ભાભર | 932 | 943 |
પાટણ | 932 | 962 |
ધાનેરા | 930 | 945 |
મહેસાણા | 920 | 950 |
વિજાપુર | 925 | 965 |
હારીજ | 930 | 951 |
માણસા | 920 | 964 |
ગોજારીયા | 945 | 953 |
વિસનગર | 922 | 966 |
પાલનપુર | 931 | 955 |
તલોદ | 935 | 949 |
થરા | 947 | 960 |
દેહગામ | 722 | 934 |
સતલાસણા | 923 | 935 |
ઇકબાલગઢ | 940 | 945 |
શિહોરી | 935 | 945 |
ઉનાવા | 945 | 950 |
પ્રાતિંજ | 930 | 940 |
જાદર | 940 | 946 |
ચાણસ્મા | 933 | 959 |
સિદ્ધપુર | 920 | 978 |
હિંમતનગર | 920 | 957 |
બેચરાજી | 940 | 946 |
સાણંદ | 922 | 932 |
રાધનપુર | 915 | 924 |
વડગામ | 942 | 950 |
દરરોજના બજાર ભાવની માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો.
આ ભાવો ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.