ગયા અઠવાડિયે કપાસના ભાવ ઘટયા હતા માર્ચ એન્ડિંગ હોવાને કારણે વેપારીઓ, મિલો અને જીનિંગ યુનિટો હિસાબ કરી રહ્યા છે જેથી અત્યારે કપાસની ખરીદી બંધ છે. તેના કારણે કપાસના ભાવ ઘટી રહ્યા છે, પરંતુ એપ્રિલ માસની શરૂઆત માં કપાસના ભાવમાં સુધારો થાય તેવી શક્યતાઓ રહેલી છે. કપાસના ભાવમાં સુધારો તો જ થશે જો કપાસિયા અને ખોળના ભાવ વધશે.
સમગ્ર ભારતમાં કપાસની આવક સાવ તળિયે પહોંચી ગઈ છે. તેલંગાણા, ઓરિસ્સા, કર્ણાટક, તમિલનાડુ રાજ્યોમાં કપાસની આવક દોઢ લાખ મણની થઈ રહી છે. તેલંગાણા રાજ્ય કપાસનું સૌથી મોટું કેન્દ્ર છે, પણ આ વર્ષે દેશમાં સીસીઆઈ ની સૌથી મોટી ખરીદી ત્યાંજ થઈ છે. તેલંગાણા માં કુલ આવક 11 કરોડ મણની થઈ છે જેમાંની સાડા દસ કરોડ મણ કપાસ સીસીસીઇ એ જ ખરીદ્યો છે જેથી તેલંગાણા માં કપાસ વધ્યો નથી.
મહારાષ્ટ્ર ની વાત કરીએ તો ત્યાં અત્યારે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેથી ત્યાંના માર્કેટ યાર્ડમાં કપાસની આવક ઘટી ગઈ છે. બધા સંજોગો જોતા હવે ફકત સૌરાષ્ટ માં કપાસની આવક થઇ રહી છે. સૌરાષ્ટ માં ઘણા ખેડૂતો પાસે ગયા વર્ષનો કપાસ પણ પડેલો છે. જેથી સૌરાષ્ટ ના જે ખેડૂતો પાસે કપાસ પડ્યો છે તેને આગામી સમયમાં ઊંચા ભાવનો લાભ મળશે.
મોટા ભાગની જીનો અત્યારે બંધ થઈ ચૂકી છે, જેથી જેટલી જીનો ચાલુ છે તે ખરીદી કરશે. જો જીનીગો બંધ થશે તો કપાસિયાની અછત સર્જાશે અને કપાસિયા નાં ભાવ ધીમે ધીમે વધશે. કપાસિયા ના ભાવ વધતા કપાસના ભાવ પણ ધીમે ધીમે વધશે.
વિદેશી બજારોમાં રૂ ની બજાર તૂટી છે જેનું કારણ ન્યુયોર્કમાં રૂ નો વાયદો જે 95 સેન્ટ હતો તે ઘટીને 85 સેન્ટ થઈ ગયો છે. વિદેશોની બજારમાં ભારતનું રૂ એકદમ સસ્તું છે. અમેરિકા અને બ્રાઝિલના રૂની આવક ઘટી છે. સૌરાષ્ટ ના કપાસના ભાવ 1400 થી 1500 થાય તેવી શક્યતાઓ પુરે પૂરી દેખાય રહી છે, પરંતુ કપાસના ભાવ ધીમી ગતિએ આગળ વધશે.
આજે કપાસનાં બજાર ભાવની વાત કરીએ તો ઘણી બધી માર્કેટિંગ યાર્ડમાં કપાસનાં ભાવ 1300 અથવા 1300+ રહ્યા હતા અને કપાસનો સૌથી ઉંચો ભાવ ભાવનગર માર્કેટ યાર્ડમાં રૂ.1363 બોલાયો હતો.
હવે જાણી લઈએ આજના (23/03/2021, મંગળવારના) બજાર ભાવો
રાજકોટ :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1341
અમરેલી :- નીચો ભાવ 812 ઉંચો ભાવ 1338
સાવરકુંડલા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1275
જસદણ :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1295
મહુવા :- નીચો ભાવ 935 ઉંચો ભાવ 1240
ગોંડલ :- નીચો ભાવ 1001 ઉંચો ભાવ 1301
કાલાવડ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1291
જામજોધપુર :- નીચો ભાવ 1080 ઉંચો ભાવ 1310
ભાવનગર :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1363
જામનગર :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1219
બાબરા :- નીચો ભાવ 1035 ઉંચો ભાવ 1325
જેતપુર :- નીચો ભાવ 1061 ઉંચો ભાવ 1300
વાંકાનેર :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1300
મોરબી :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1226
હળવદ :- નીચો ભાવ 1080 ઉંચો ભાવ 1256
વિસાવદર :- નીચો ભાવ 991 ઉંચો ભાવ 1155
તળાજા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1206
ઉપલેટા :- નીચો ભાવ 1060 ઉંચો ભાવ 1260
માણાવદર :- નીચો ભાવ 700 ઉંચો ભાવ 1300
વિછીયા :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1280
ભેંસાણ :- નીચો ભાવ 1080 ઉંચો ભાવ 1300
લાલપુર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1251
પાલીતાણા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1200
હારીજ :- નીચો ભાવ 1011 ઉંચો ભાવ 1181
વિસનગર :- નીચો ભાવ 700 ઉંચો ભાવ 1315
વિજાપુર :- નીચો ભાવ 1190 ઉંચો ભાવ 1316
કુકરવાડા :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1311
હિંમતનગર :- નીચો ભાવ 1170 ઉંચો ભાવ 1271
માણસા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1315
કડી :- નીચો ભાવ 1021 ઉંચો ભાવ 1290
વડાલી :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1300
પાલનપુર :- નીચો ભાવ 1030 ઉંચો ભાવ 1100
ગઢડા :- નીચો ભાવ 1151 ઉંચો ભાવ 1254
ઢસા :- નીચો ભાવ 1121 ઉંચો ભાવ 1253
કપડવંજ :- નીચો ભાવ 800 ઉંચો ભાવ 900
ધંધુકા :- નીચો ભાવ 1045 ઉંચો ભાવ 1244
ખેડબ્રહ્મા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1150
ઉનાવા :- નીચો ભાવ 1031 ઉંચો ભાવ 1297
ઇકબાલગઢ :- નીચો ભાવ 700 ઉંચો ભાવ 1185