ડુંગળીની બજારમાં ગુજરાતનાં ખેડૂતોને આ વર્ષે લોટરી લાગી છે. જાન્યુઆરીમાં એવી ધારણાં હતી કે ફેબ્રુઆરીમાં ડુંગળીનાં ભાવ બહુ જ ઘટી જશે, પંરતુ કુદરતે ખેડૂતોની વાત સાંભળી અને સારા ભાવ આપ્યાં છે. નાશીકમાં વરસાદને કારણે ત્યાં ભાવ ખૂબ જ વધી ગયાં હોવથી મહુવા-ગોંડલ સહિતનાં વિસ્તારમાં જંગી આવકો હોવા છત્તા ગયા અઠવાડિયે ભાવ ઊંચામાં રૂ.૭૦૦ સુધી કે ૭૫૦ સુધી બોલાયાં હતાં.
માર્ચ મહિનામાં ડુંગળીનાં ભાવ ઘટીને રૂ.૫૦૦ સુધી પહોંચી જવાની શક્યતાઓ છે. સાઉથ અને બીજા રાજ્યનાં વેપારીઓને હાલ નાશીકમાં માલ મળતો ન હોવાથી તેઓ સૌરાષ્ટ્ર સુધી લાંબા થયા છે અને પુષ્કળ ખરીદી કરી રહ્યાં છે, પરિણામે ભાવ ઊંચા છે. જેવી નાશીકમાં આવકો વધશે તેમ બજારો ઘટી જશે. ડુંગળીનાં ભાવ વધીને કદાચ રૂ.૯૦૦ થાય તો પણ એ બે-ત્રણ દિવસનાં માંડ મહેમાન બનીને રહે તેવી સંભાવનાં છે. પરિણામે ખેડૂતોને અત્યારે ઊંચા ભાવ મળતા હોય તો કંઈ પણ વિચાર્યા વગર વેચાણ કરી દેવામાં ફાયદો છે.
મહુવાના ખેડૂત ભાઈઓ માટે:
લાલ કાંદા લાવતા ખેડૂતભાઈઓ કમીશન એજન્ટભાઈઓને જાહેર જાણ:
મહુવા માર્કેટયાર્ડમાં વેચાણ માટે લાલ કાંદા લાવતા ખેડુતભાઈઓ ત્થા કમીશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે લાલ કાંદાની આવક તા. ૨૩/૦૨/૨૧ મંગળવાર સાંજના ૬.૦૦ થી બુધવાર સવારનાં ૮.૦૦ કલાક સુધી લેવામાં આવશે, ત્યારબાદ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી લાલ કાંદાની આવકને પ્રવેશ મળશે નહી. જણાવેલ નિયત સમય દરમ્યાન જ આવવા દેવામાં આવશે. નિયત સમય પહેલા આવનારની હરરાજી છેલ્લે કરવામાં આવશે. તેથી નિયત સમય દરમ્યાન જ આવવાનો આગ્રહ રાખવો. કાંદા ગેઈટ પર નોંધાવ્યા વગર હરરાજી કરવામાં આવશે નહી . જેની ખેડૂતભાઈઓ, કમીશન એજન્ટભાઈઓએ ખાસ નોંધ લેવી.
આજે માર્કેટ યાર્ડોમાં ડુંગળીના ભાવો સારા એવા બોલાયા છે. હવે જાણી લઈએ આજનાં (૨૨/૦૨/૨૦૨૧, સોમવાર ) ભાવો:
લાલ ડુંગળીના ભાવો :
મહુવા :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૭૫૯
ભાવનગર :- નીચો ભાવ ૪૬૦ થી ઉંચો ભાવ ૭૭૫
ગોંડલ :- નીચો ભાવ ૩૪૧ થી ઉંચો ભાવ ૭૨૧
રાજકોટ :- નીચો ભાવ ૩૫૦ થી ઉંચો ભાવ ૭૧૫
સુરત :- નીચો ભાવ ૪૮૦ થી ઉંચો ભાવ ૯૦૦ (રેકોર્ડ બ્રેક)
ડીસા :- નીચો ભાવ ૪૦૦ થી ઉંચો ભાવ ૬૫૦
અમરેલી :- નીચો ભાવ ૨૦૦ થી ઉંચો ભાવ ૫૫૦
મોરબી :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૭૦૦
જેતપુર :- નીચો ભાવ ૩૫૦ થી ઉંચો ભાવ ૭૨૧
વિસાવદર :- નીચો ભાવ ૨૨૩ થી ઉંચો ભાવ ૬૩૧
સફેદ ડુંગળીના ભાવો :-
મહુવા :- નીચો ભાવ ૨૫૦ થી ઉંચો ભાવ ૪૩૯
ગોંડલ :- નીચો ભાવ ૨૦૦ થી ઉંચો ભાવ ૪૦૫
હવે જાણી લઈએ ૨૦ તારીખ ની અપડેટ..
ગુજરાતમાં ડુંગળીની બમ્પર આવકો હોવા છતાં ભાવ મજબૂત છે. ખાસ કરીને ગોંડલ, મહુવા અને ભાવનગરમાં હાલ ડુંગળી યાર્ડમાં સમાઈ નહીં એટલી આવી રહી છે, જેની સામે પુષ્કળ વેપારો થઈ રહ્યાં છે. મહુવામાં કાલે ૧.૬૫ લાખ કટ્ટાનાં વેપારો થયાં હતાં. ગોંડલમાં લાલ ડુંગળીની ૧.૫૦ લાખ કટ્ટા અને સફેદની ૪૦ હજાર કટ્ટાની આવક હતી, જેમાંથી લાલ ડુંગળીનાં ભાવ રૂ.૫૦૦ થી ૭૦૦ અને ૪૫ થી ૫૦ હજાર કટ્ટાનાં વેપાર હતા. જ્યારે સફેદનાં ભાવ રૂ.૨૦૦ થી ૪૦૦ અને ૩૦ હજાર કટ્ટાનો વેપાર હતો.
મહુવામાં લાલ ડુંગળીનાં ૭૫ હજાર કટ્ટાનાં વેપાર સાથે ભાવ રૂ.૩૦૦ થી ૭૩૯ અને સફેદમાં ૯૦ હજાર થેલાનાં વેપાર સાથે ભાવ રૂ.૨૫૧ થી ૪૨૦ હતાં. સફેદની આવકો હવે વધવાથી તેમાં ભાવ થોડા વધી શકે છે. હાલ લાલ ડુંગળીના ભાવ ઊંચા હોવાથી સફેદ ડુંગળીમાં ભાવ વધી રહ્યા છે. રાજકોટમાં ડુંગળીનાં ભાવ રૂ.૩૩૦ થી ૬૬૫નાં હતાં. મહુવા-ગોંડલની તુલનાએ રાજકોટ માં આવક ઓછી છે.
મહુવા નાં લોકો માટે ખાસ જાણ
મહુવા માર્કેટ યાર્ડમાં વેચાણ માટે સફેદ કાંદા લાવતા ખેડૂત મિત્રોને તથા કમિશન એજન્ટભાઈઓ ને જણાવવામાં આવ્યું છે કે સફેદ કાંદાની આવક ૨૨/૦૨/૨૦૨૧ સોમવાર સાંજના ૬/૦૦ થી મંગળવાર સવારનાં ૮/૦૦ કલાક સુધી લેવામાં આવશે. ત્યારબાદ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી સફેદ કાંદાની આવકને પ્રવેશ આપવામાં આવશે નહિ અને નિયત સમય પહેલા આવનારની હરાજી છેલ્લે કરવામાં આવશે. તેથી નિયત સમય દરમિયાન જ જવાનો આગ્રહ રાખજો. સફેદ ડુંગળીની સાથે કો લાલ ડુંગળી લઈ જશો તો કોઈપણ સંજોગોમાં ઉતારવા દેવામાં આવશે નહિ. એવું મહુવા માર્કેટ યાર્ડ ના અગ્રણી વી.પી. પાંચાણી એ જણાવ્યું હતું.
જાણી લો ૨૦/૦૨/૨૦૨૧ નાં ડુંગળી નાં ભાવો :
લાલ ડુંગળીનાં ભાવો
મહુવા :- નીચો ભાવ ૩૫૦ થી ઉંચો ભાવ ૭૬૪
ગોંડલ :- નીચો ભાવ ૩૪૧ થી ઉંચો ભાવ ૭૨૧
જેતપુર :- નીચો ભાવ ૩૫૦ થી ઉંચો ભાવ ૭૨૧
અમરેલી :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૬૦૦
મોરબી :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૭૦૦
ભાવનગર :- નીચો ભાવ ૪૬૦ થી ઉંચો ભાવ ૭૭૫
રાજકોટ :- નીચો ભાવ ૩૫૦ થી ઉંચો ભાવ ૭૬૪
વિસાવદર :- નીચો ભાવ ૨૨૩ થી ઉંચો ભાવ ૬૩૧
પાલીતાણા :- નીચો ભાવ ૪૦૩ થી ઉંચો ભાવ ૫૨૦
અમદાવાદ :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૭૨૦
દાહોડ :- નીચો ભાવ ૨૨૦ થી ઉંચો ભાવ ૮૦૦
સફેદ ડુંગળીના ભાવો
મહુવા :- નીચો ભાવ ૨૫૦થી ઉંચો ભાવ ૪૬૨
ગોંડલ :- નીચો ભાવ ૧૮૦ થી ઉંચો ભાવ ૩૮૬