મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળી લાવતાં ખેડૂતો માટે ખાસ માહિતી: મહુવા માર્કેટયાર્ડમાં વેચાણ માટે લાલ કાંદા લાવતા ખેડુતભાઈઓ ત્થા કમીશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે લાલ કાંદાની આવક તા.૨/૩/ર૧ મંગળવાર સાંજના ૬/૦૦ થી બુધવાર સવારનાં ૮/૦૦ કલાક સુધી લેવામાં આવશે, ત્યારબાદ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી લાલ કાંદાની આવકને પ્રવેશ મળશે નહી. નકકી કરેલ સમય દરમ્યાન જ આવવા દેવામાં આવશે. નકકી કરેલ સમય પહેલા આવનારની હરરાજી છેલ્લે કરવામાં આવશે. તેથી જણાવેલ સમય દરમ્યાન જ આવવાનો આગ્રહ રાખવો. કાંદા ગેઈટ પર નોંધાવ્યા વગર હરરાજી કરવામાં આવશે નહી. જેની ખેડુતભાઈઓ, કમીશન એજન્ટભાઈઓએ ખાસ નોંધ લેવી .
હાલના સમયમાં ડુંગળીના ભાવ સારા એવા હોવાથી ખેડૂતોએ પોતાની ડુંગળી વેંચી દેવી જોઈએ. જેના લીધે આગામી સમયમાં બજાર તૂટે ત્યારે વધારે ખોટ ખાઈને વેચવી ના પડે. માર્ચ મહિનામાં ભાવ 200 થી 400 રહે તેવી શક્યતાઓ છે. સાથે સાથે માર્ચ મહિનો પૂરો થતાં આ ભાવો પણ તૂટી શકે છે.
ગઈ કાલે (27/02/2021, શનિવારના રોજ) લાલ ડુંગળી નો સૌથી ઊંચો ભાવ સુરત માર્કેટ યાર્ડમાં 700 જોવા મળ્યો હતો. અને મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીનો ઊંચો ભાવ 280 રૂપિયા રહ્યો હતો.
ગઈ કાલે લાલ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.
રાજકોટ :- નીચો ભાવ 100 ઉંચો ભાવ 340
મહુવા :- નીચો ભાવ 150 ઉંચો ભાવ 522
જેતપુર :- નીચો ભાવ 186 ઉંચો ભાવ 346
વિસાવદર :- નીચો ભાવ 73 ઉંચો ભાવ 331
જસદણ :- નીચો ભાવ 200 ઉંચો ભાવ 201
અમરેલી :- નીચો ભાવ 100 ઉંચો ભાવ 400
પાલીતાણા :- નીચો ભાવ 280 ઉંચો ભાવ 540
અમદાવાદ :- નીચો ભાવ 200 ઉંચો ભાવ 420
સુરત :- નીચો ભાવ 300 ઉંચો ભાવ 650
દાહોદ :- નીચો ભાવ 200 ઉંચો ભાવ 700
ગઈ કાલે સફેદ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.
મહુવા :- નીચો ભાવ 160 ઉંચો ભાવ 280
ગોંડલ :- નીચો ભાવ 111 ઉંચો ભાવ 196