સેક્ટર કોઈ પણ હોય, આજકાલ દરેક માટે ટેકનોલોજીનો ઉપયોગ જરૂરી બની ગયો છે. હવે દેશની સૌથી મોટી બેંક SBIએ પણ ટેક્નોલોજીની દિશામાં એક પગલું આગળ વધારતા WhatsApp બેંકિંગ શરૂ કરી છે. આ નવી સુવિધાથી તમે બ્રાન્ચમાં ગયા વિના માત્ર Whatsapp દ્વારા ઘણું બધું કામ કરી શકશો. તમે બેંક દ્વારા જારી કરાયેલા વોટ્સએપ નંબર પર ચેટ કરીને તમારા બેંક બેલેન્સ અને મિની સ્ટેટમેન્ટ વિશે માહિતી મેળવી શકશો.
કેવી રીતે ઉપયોગ કરવો તે જાણો
સૌથી પહેલા તમારે SBIમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે તમારે WAREG લખીને સ્પેસ આપવાની રહેશે. ત્યારબાદ તમારે તમારો એકાઉન્ટ નંબર લખીને 7208933148 પર SMS મોકલવાનો રહેશે. આ મેસેજ મોકલવા માટેનું ફોર્મેટ નીચે મુજબ હશે: - WAREG <space>એકાઉન્ટ નંબર અને તેને 7208933148 પર મોકલો. સંદેશ મોકલતી વખતે, ખાસ કાળજી લેવી પડશે કે તે જ નંબર પરથી સંદેશ મોકલો, જે તમારા SBI ખાતામાં નોંધાયેલ છે. જ્યારે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે, ત્યારે તમારા વોટ્સએપ નંબર પર એસબીઆઈના નંબર 90226 90226 પરથી એક મેસેજ આવશે. જો તમે ઈચ્છો તો આ નંબર સેવ પણ કરી શકો છો.
આ રીતે કરો ચેટ
જ્યારે તમે બેંકમાં રજીસ્ટ્રેશન કરાવો છો, ત્યારે તમે Hi ટાઈપ કરીને ચેટિંગ શરૂ કરી શકો છો. આ પછી SBI તરફથી એક મેસેજ આવશે અને જરૂરી વસ્તુઓ તમને મદદ કરવા માટે કહેવામાં આવશે. આ મેસેજ આવો હશે-
Dear Customer, Welcome to SBI Whatsapp Banking Services!
Please choose from any of the options below.
1. Account Balance
2. Mini Statement
3. De-register from WhatsApp Banking
You may also type your query to get started.
તમે તમારી જરૂરિયાત મુજબ સુવિધાનો લાભ લઈ શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે 1 લખીને મોકલો છો, તો એકાઉન્ટ બેલેન્સની માહિતી તમારી ચેટિંગ પર આવશે. બીજી તરફ, 2 ટાઈપ કરવાથી તમને મિની સ્ટેટમેન્ટની વિગતો મળશે. તે જ સમયે, 3 ટાઇપ કરીને, તમને WhatsApp બેંકિંગમાંથી ડી-રજિસ્ટર કરવાની સુવિધા મળશે.
સુવિધાઓ
સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં તમે SBIની આ WhatsApp બેન્કિંગ પર માત્ર આ 3 સુવિધાઓ મેળવી શકશો. સમય આવશે ત્યારે ધીમે ધીમે આ કામમાં વધુ સુવિધાઓ ઉમેરવામાં આવશે. આ સુવિધાનો લાભ લઈને તમે બેંકમાં જવાની અને ત્યાં લાંબી લાઈનોમાં ઉભા રહેવાની પરેશાનીથી બચી શકો છો. સૌથી મોટી વાત એ છે કે આ સુવિધા તમને 24 કલાક અને 7 દિવસ ઉપલબ્ધ રહેશે, જે તમારા કામને પણ ઝડપી બનાવશે.