ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. કારણ કે આ વર્ષે ઘઉંની સીઝનમાં ખેડૂતોને સારા એવા ભાવ મળી રહ્યા છે. જેનું સૌથી મોટું કારણ યુક્રેન રશિયા યુદ્ધ છે. ગઈ સાલ કરતા આ વર્ષે ખેડૂતોને ન ધાર્યા હોય તેવા ભાવ મળ્યા છે, જેથી ખેડૂતોને ખુશી કોઈ પાર નથી રહ્યો.
આ પણ વાંચો: ઘઉંના ભાવમાં અણધારી તેજી: શું આ તેજી દિવાળી સુધી રહેશે? જાણો ગુજરાતની માર્કેટ યાર્ડોના લેટેસ્ટ ભાવ
બીજી જણસીઓ વિશે વાત કરીએ તો કપાસ સહિત અજમો, ચણા, ધાણા અને જીરૂ જેવા પાકોમાં પણ સારા ભાવ મળ્યા છે. પરંતુ અત્યારે ડુંગળી પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે. જેનું કારણ છે કે ડુંગળીની માર્કેટ હાલ ખૂબ જ નીચી છે. ડુંગળીની બજારમાં મંદી ચાલુ છે. ભાવ સરેરાશ મણે રૂ.૧૦૦થી વધુ તુટી ગયાં છે. ગોંડલ, મહુવાઅને ભાવનગર પીઠાઓમાં ઢગલાબંધ આવકો થાય છે.
આ પણ વાંચો: સ્પીકર જેવું દેખાય છે આ અનોખું કુલર, ઓફીસ, દુકાન રસોડામાં રાખશે તમને કુલ, 184 રૂપિયામાં ઘરે લઇ આવો
અમુક દિવસે બે-બે કિલોમીટર લાંબી લાઈનો લાગે એટલા વાહનો આવી રહ્યાં છે, જેને પગલે સરેરાશ ડુંગળીની બજારમાં ઘટાડાનો દોર ચાલુ રહે તેવી ધારણાં છે. ડુંગળીના ભાવ પીઠાઓમાં અત્યારે મણનાં રૂ.૫૦થી ૨૫૦ વચ્ચેચાલે છે, જેમાં ઉપલા ભાવમાં હજી મણે રૂ.૫૦નો ઘટાડો થાય તેવી સંભાવના રહેલી છે.
સરેરાશ બજારનો ટોન નરમ છે.ખેડૂત મિત્રોએ ડુંગળીમાં સારા ભાવ મળતા હોય તો વેચાણ કરી દેવું જોઈએ. સફેદ ડુંગળીનાં ભાવ રૂ.૨૦૦ની અંદર આવી ગયા છે, જેમાં હવે બહુ ઘટાડો ન થાય તેવી સંભાવનાં રહેલી છે. બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે અને આગામી દિવસોમાં જો નીચા ભાવથી નિકાસ વેપારો નીકળશે તો ઘટાડો અટકી શકે છે. આ વર્ષે શિયાળુ ડુંગળીનો પાક બમ્પર થયો છે.
આ પણ વાંચો: આ ખેડૂત બન્યો આધુનિક ખેતીની નવી મિસાલ, તેની ખેતી જોવા આવે છે દેશ-વિદેશના લોકો
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 412 | 460 |
જીરું | 2100 | 4121 |
એરંડા | 1341 | 1446 |
તલ | 1411 | 2261 |
બાજરો | 161 | 171 |
ચણા | 876 | 1591 |
મગફળી ઝીણી | 801 | 1316 |
મગફળી જાડી | 751 | 1371 |
ડુંગળી | 61 | 251 |
લસણ | 51 | 301 |
નવું લસણ | 150 | 651 |
જુવાર | 251 | 551 |
સોયાબીન | 1291 | 1391 |
ધાણા | 1301 | 2251 |
તુવેર | 901 | 1241 |
ડુંગળી સફેદ | 106 | 161 |
મગ | 901 | 1511 |
મેથી | 850 | 1131 |
કલ્નજી | 1601 | 3171 |
મરચા સુકા | 1051 | 4901 |
ઘઉં ટુકડા | 420 | 578 |
શીંગ ફાડા | 1050 | 1656 |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1700 | 2175 |
ઘઉં | 412 | 455 |
જીરું | 2500 | 4100 |
એરંડા | 1230 | 1436 |
બાજરો | 457 | 471 |
રાયડો | 1000 | 1215 |
મગફળી ઝીણી | 920 | 1195 |
લસણ | 250 | 620 |
અજમો | 1600 | 2590 |
ધાણા | 1100 | 2150 |
તુવેર | 1055 | 1220 |
અડદ | 545 | 1080 |
મરચા સુકા | 800 | 3685 |
જામજોધપુર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1650 | 2301 |
ઘઉં | 420 | 440 |
જીરું | 2600 | 4080 |
એરંડા | 1400 | 1440 |
તલ | 1800 | 2015 |
રાયડો | 1050 | 1180 |
ચણા | 780 | 920 |
મગફળી ઝીણી | 930 | 1140 |
મગફળી જાડી | 1030 | 1280 |
સોયાબીન | 1100 | 1300 |
ધાણા | 1700 | 2000 |
તુવેર | 1000 | 1260 |
અડદ | 870 | 1070 |
મેથી | 900 | 1115 |
કાળી જીરી | - | - |
સાવરકુંડલા માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1560 | 2180 |
ઘઉં | 380 | 565 |
જીરું | 3661 | 5131 |
બાજરો | 350 | 556 |
ચણા | 840 | 918 |
મગફળી જાડી | 1250 | 1352 |
જુવાર | 325 | 568 |
ધાણા | 1650 | 2011 |
તુવેર | 1175 | 1175 |
મેથી | 850 | 1100 |
ઘઉં ટુકડા | 425 | 585 |
હળવદ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1551 | 2071 |
જીરું | 3640 | 4086 |
એરંડા | 1410 | 1443 |
રાયડો | 1110 | 1226 |
ચણા | 880 | 1008 |
ધાણા | 1850 | 2455 |
મેથી | 1025 | 1130 |
રાઈ | 1100 | 1230 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
ઘઉં લોકવન | 1680 | 2256 |
ઘઉં ટુકડા | 435 | 478 |
જુવાર સફેદ | 445 | 590 |
જુવાર પીળી | 350 | 460 |
બાજરી | 285 | 460 |
તુવેર | 1015 | 1210 |
ચણા પીળા | 890 | 915 |
અડદ | 500 | 1350 |
મગ | 1111 | 1455 |
વાલ દેશી | 950 | 1640 |
વાલ પાપડી | 1550 | 1825 |
કળથી | 750 | 1011 |
સુરજમુખી | 850 | 1025 |
એરંડા | 1372 | 1421 |
અજમો | 1450 | 2360 |
સુવા | 950 | 1221 |
સોયાબીન | 1365 | 1420 |
કાળા તલ | 1910 | 2606 |
લસણ | 200 | 650 |
ધાણા | 1680 | 2050 |
જીરું | 3200 | 4200 |
રાઈ | 1080 | 1195 |
મેથી | 1080 | 1210 |
ઇસબગુલ | 1675 | 2360 |
રાયડો | 1125 | 1235 |