ઘઉંના ભાવમાં અણધારી તેજી: શું આ તેજી દિવાળી સુધી રહેશે? જાણો ગુજરાતની માર્કેટ યાર્ડોના લેટેસ્ટ ભાવ

ઘઉંના ભાવમાં અણધારી તેજી: શું આ તેજી દિવાળી સુધી રહેશે? જાણો ગુજરાતની માર્કેટ યાર્ડોના લેટેસ્ટ ભાવ

ઘઉંની બજારમાં આ વર્ષે માર્ચમહિનામાં ન ધારેલી તેજી થઈ ગઈ છે અને હવે ભાવ ઘટાડા તરફી આગળ વધી રહ્યાં છે. વિતેલા સપ્તાહમાંઘઉંનાં ભાવમાં મણે રૂ.૨૦થી ૩૦નો ઘટાડો થયો હતો. વેપારીઓનાંમતે ઘઉંનાં ભાવમાં હજી પણ મણે રૂ.૧૦થી ૨૦નો ઘટાડો આવે તેવી સંભાવનાં દેખાય રહી છે.


યૂક્રેન અને રશિયા વચ્ચે ગત ૨૪મી ફેબ્રુઆરીથી શરૂ થયેલું યુધ્ધ ધારણાં કરતાં લાંબુ ચાલ્યું છે, પંરતુ હવે તે અંતિમ તબક્કામાં પહોંચી ગયું હોવાથી અને ભારતીય ઘઉંની નિકાસ મોટા પાયે થઈ રહી હોવાથી વૈશ્વિક ઘઉની તેજી હાલ પૂરતી પૂરી થઈ ગઈ છે, જેની અસરે સ્થાનિક બજારમાં પણ ઘઉંનાં ભાવ ઊંચી સપાટીથી સરેરાશ ક્વિન્ટલે રૂ.૧૫૦ જેવા ઘટી ગયાં છે. ઘઉંમાં હાલ પૂરતી તેજી પૂરી થઈ છે અને હવે ઓફ સિઝનમાં તેજી ચાલશે, જે દિવાળી સુધી લાંબી ચાલે તેવી સંભાવનાં જાણકારો વ્યક્ત કરી રહ્યાં છે.

યક્રેૂન રશિયા વચ્ચ યુદ્ધ સમાપ્ત થાય તો પણ ત્યાંથી યુધ્ધ પુરૂ થયા બાદએક મહિના સુધી કોઈ નિકાસ વેપારો શરૂ થાય તેવા સંજોગો નથી કારણ કે ખાના ખરાબી ધારણાં કરતાં વધારે થઈ છે. ઈકોનોમીને મોટું નુકસાન થયું છે. આ સર્વેનો ફાયદો ભારતીય ઘઉંના નિકાસકારોને થશે અને ઘઉંની નિકાસ માર્ચ મહિનામાં પૂરાથનાર ચાલુ વર્ષનાં ૧૨ મહિનામાં૭૦ લાખ ટન અને આગામી વર્ષે ૧૦૦થી ૧૧૦ લાખ ટન ઘઉંની નિકાસ થાય તેવી સંભાવના છે.

આ પણ વાંચો: 31 માર્ચ પહેલા આ 5 કામ કોઈ પણ સંજોગોમાં પૂર્ણ કરો, નહીં તો થશે મોટી મુશ્કેલી, ફટાફટ લિસ્ટ ચેક કરી લો

ઘઉંનાં ભાવ આ વર્ષે ઊંચા રહેશે: સરકારી ગોડાઉનમા ઘઉંનો સ્ટોક અત્યારે ત્રણ વર્ષનાં તળિયે છે અને નવી સિઝનમાં સરકારને ઘઉઁ પણ ઓછા મળશે, જે બધા કારણોસર ગત વર્ષની તુલનાએ ઘઉંનાં ભાવ સરેરાશ ઊંચા જ રહેશે એ વાત નક્કીછે, જેને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ વેચાણ કરવાનો નિર્ણય લેવો જોઈએ.

દેશમાં ઘઉંનો સરકારી સ્ટોક ત્રણ વર્ષનાં તળિયે યૂક્રેન-રશિયા કટોકટીનો સૌથી મોટો ફાયદો ભારતીય ઘઉંનાંનિકાસકારો અને ખેડૂતોને થયો છે. વિશ્વ બજારમાં યૂક્રેન અને રશિયાનો ઘઉંની નિકાસમાં ૨૯ ટકા જેવો હિસ્સો છે, જે હાલ બંધ થઈ ગઈ હોવાથી ભારતીય ઘઉંની નિકાસ વધી છે જેને પગલે દેશમાં સરકારી એજન્સી ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાપાસે પહેલી એપ્રિલનાં ઘઉંનો સ્ટોક ત્રણ વર્ષનાં તળિયે પહોંચવાનો અંદાજ છે.

આ પણ વાંચો: Jio નો બ્લાસ્ટ: હવે રિચાર્જ પૂરું થયા પછી પણ ઉઠાવો ઈન્ટરનેટ નો લાભ, રીચાર્જ નહિ કરાવું પડે

પહેલી એપ્રિલથી શરૂ થનારી નવી સિઝનની શરૂઆતે ઘઉંનો સ્ટોક ૧૯૫થી ૨૦૦ લાખ ટન વચ્ચેરહે તેવી ધારણાં છે જે છેલ્લા ત્રણ વર્ષનો સૌથી ઓછો સ્ટોક છે. જોકે તેમ છત્તા સરકારનાં બફર સ્ટોકનાંનિયમ કરતાં અનેક ગણો વધારે છે. સરકારી નિયમ મુજબ ૭૫ લાખ ટનનાં બફર સ્ટોકનો સરકારી નિયમ છે, જેની તુલનાએ ૧૬૦ ટકા વધારે સ્ટોક પડ્યો છે.

દેશમાંથી ચાલુ નાણાકીય વર્ષમાં ઘઉંની નિકાસ ૭૦થી ૭૨ લાખ ટન વચ્ચે થાય તેવી ધારણા છેઅને આગામી નાણાકીય વર્ષમાં નિકાસ ૧૦૦ લાખ ટનને પાર થઈ જાયતેવી પણ સંભાવના રહેલી છે. બજાર સુત્રો કહે છેકે દેશમાંતી ચાલુ વર્ષમાં ઘઉંની જે નિકાસ થઈ છે, જેમાંથી ૫૦ ટકા જેટલી નિકાસ માત્ર આઈટીસી કંપની દ્વારા કરવામાંઆવી છે જ્યારે બાકીની નિકાસ અન્ય મલ્ટીનેશનલ કંપનીઓ જેવી કે ઓલમ એગ્રો, કારગીલનો સમાવેશ થાય છે. જ્યારે નાની કંપનીઓ કે નિકાસકારોનો હિસ્સો છે.

આ પણ વાંચો: 25 રૂપિયાનો શેર બની ગયો 454 રૂપિયાનો, 2 વર્ષમાં આપ્યું 1500 ટકાનું રિટર્ન

હવે જાણી લઈએ આજના મહત્તમ અને લઘુત્તમ ઘઉં લોકવનના ભાવો: ઘઉં લોકવન બજાર ભાવ (19/03/2022)

વિવિધ માર્કેટીંગ યાર્ડ

નિચા થી ઉચા ભાવો

રાજકોટ 

440-474

અમરેલી 

350-467

ગોંડલ 

414-456

જામનગર 

400-461

સાવરકુંડલા 

400-560

બોટાદ 

380-585

મોરબી 

430-580

રાજુલા 

400-563

ઉપલેટા 

400-432

ધોરાજી 

422-458

મહેસાણા 

415-482

હિમતનગર 

450-540

હારીજ 

430-491

ધનસુરા 

400-492

બાવળા 

420-450

વિરમગામ  

418-498

તલોદ 

425-511

સાણંદ 

430-575

તારાપુર 

410-522

દાહોદ 

455-508 

હવે જાણી લઈએ આજના મહત્તમ અને લઘુત્તમ ઘઉં ટુકડાના ભાવો: ઘઉં ટુકડા બજાર ભાવ (19/03/2022)

વિવિધ માર્કેટીંગ યાર્ડ

નિચા થી ઉચા ભાવો

રાજકોટ 

443-507

અમરેલી 

300-586

જેતપુર 

435-480

ગોંડલ 

420-562

સાવરકુંડલા 

435-642

ખંભાત 

400-531

જસદણ 

405-525

વાંકાનેર 

425-531

વિસાવદર 

453-481

બાવળા 

455-508

દાહોદ 

455-508 

આ પણ વાંચો: ફરી એકવાર લોકોની મદદે આવ્યું રેલવે, હવે સ્ટેશન પર બની જશે પાન અને આધારકાર્ડ

આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે માટે બને તેટલી શેર કરો અને આવી વધારે માહિતી માટે khissu ની એપ ડાઉનલોડ કરો, અને FACEBOOK પેજને FOLLOW કરો.