અરબી સમુદ્ર ઉપરથી ઉત્તર ગુજરાત તરફ ખેંચાતા પવનોને કારણે વાતાવરણના ઉપલા સ્તરમાં અસ્થિરતા સર્જાઇ હતી જેમને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે (28/05/2023) 55 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં બેચરાજીમાં ત્રણ ઇંચ વરસાદ, જ્યારે અમદાવાદ, દાતા અને વડગામની અંદર બે ઇંચ વરસાદ, જ્યારે જોટાણા, બાવળા, કલોલા વડાળી અને શિહોરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો તો કડી, નડિયાદ, પેટલાદ અને પાલનપુરની અંદર એક ઇંચ વરસાદ પડ્યો હતો.
આજે ક્યાં ક્યાં જીલ્લામાં આગાહી?
ગઈકાલની જેમ આજે પણ ઉત્તર ગુજરાત લાગુ મધ્ય ગુજરાતની અંદર વરસાદની શક્યતા રહે. વરસાદી વાતાવરણ આજે બપોરે 2:00 વાગ્યા પછી ધીમે-ધીમે બનશે અને પાંચ વાગ્યા પછી સારા વરસાદની શક્યતાઓ રહે. આજે પણ અમદાવાદ, કચ્છ, સાબરકાંઠા, દાહોદ લાગુ વિસ્તારો, બનાસકાંઠા, પાલનપુર, હિંમતનગર જેવા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેશે.
હાલમાં ક્યું નક્ષત્ર શરૂ છે?
હાલમાં વરસાદનું રોહિણી નક્ષત્ર શરૂ છે. રોહિણી નક્ષત્ર 25/05/2023થી શરૂ થયું છે અને 08/06/2023 સુધી ચાલશે. સામાન્ય રીતે રોહિણી નક્ષત્રમાં પ્રીમ મોન્સૂન એક્ટિવિટી નો વરસાદ જોવા મળતો હોય છે. પરંતુ ગુજરાતમાં હાલમાં જ વરસાદ જોવા મળી રહ્યો છે તે લોકલ અસ્થિરતાનો વરસાદ છે.
જુનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય રજનીકાંતભાઈ લાડાણીયે જણાવ્યું છે કે ત્રણ થી સાત જૂન ના રોજ વરસાદ પડવાની સંભાવના રહેણી નક્ષત્રમાં છે. જ્યારે અંબાલાલ પટેલ એ પણ કહ્યું છે કે રોહિણી નક્ષત્ર ઉતરતા (1-7 જૂન વચ્ચે) વરસાદ આવે તો ચોમાસુ બરાબર ચાલે.
હાલમાં ચોમાસું ક્યાં પહોંચ્યું?
હવામાન વિભાગ દ્વારા અંદબાર નિકોબાર ટાપુ ઉપર ઘણા દિવસ પહેલા ચોમાસું પહોંચાડી દેવામાં આવ્યું હતું. પરંતુ સત્તાવાર ચોમાસુ આજે અંદાબાર નિકોબાર ટાપુની અંદર પહોંચ્યું હોય તેવું વેધર મોડલમાં જણાઈ રહ્યું છે. હવે આવનાર 48 કલાકમાં ચોમાસું ત્યાંથી આગળ વધશે અને કેરાળ સુધી પહોંચશે.
લેટેસ્ટ વેધર ચાર્ટ મુજબ કેરળમાં ચોમાસાનું આગમન 5 જૂન આસપાસ થઇ જશે, જૂન મહિના ના બીજા અઠવાડિયામાં અરબસાગર ફૂલ એક્ટિવ થશે, જયારે 6 થી 12 જૂન આસપાસ અરબ સાગરમાં સિસ્ટમ બનવાની શકયતા હજુ જણાઈ રહી છે. ગુજરાતમાં ચોમાસાનું આગમન થોડુંક મોડું થઇ શકે છે. જે મુજબ 16 થી 22 જૂનમાં નોર્મલ વરસાદની શકયતા ગુજરાતમાં રહેલ છે.
ગુજરાતમાં ચોમાસુ ક્યારે પહોંચશે?
કેરળમાં હવામાન વિભાગની આગાહી મુજબ 4 જૂને ચોમાસું પહોંચશે, જ્યારે ગુજરાતમાં 15 જૂન આસપાસ પહોંચતું હોય છે, પરંતુ આ વર્ષે થોડું મોડું એટલે 17, 18 જૂને આસપાસ ચોમાસુ પહોંચે તેવી સંભાવના છે.