Top Stories
khissu

ફિક્સ ડિપોઝીટ કરનારા આનંદો ! જાણો કંઇ બેંકે વધાર્યા ફિક્સ ડિપોઝીટના દર?

છેલ્લા ઘણા સમયથી ફિક્સ ડિપોઝીટના ઘટતા વ્યાજદરે ફિક્સ ઇન્કમ ઇચ્છતા લોકો માટે નિરસતાનો જ માહોલ સર્જયો છે. જેના પરિણામ સ્વરૂપે ફિક્સ ડિપોઝિટના આધારે દર મહિને કે વર્ષે ફિક્સ ઇન્કમ ઇચ્છતા લોકો માટે ફિક્સ ડિપોઝિટ સિવાય અન્ય વિકલ્પો શોધવા સિવાય અન્ય કોઇ માર્ગ બચ્યો ન હતો. ત્યારે આવા જ રોકાણકારો જેઓ ફિક્સ ડિપોઝિટ થકી જ વધુ વ્યાજ મેળવવાની ઇચ્છા રાખે છે તો આ સમાચાર તેમના માટે ખાસ છે કેમકે બેંકો દ્વારા ફિક્સ ડિપોઝિટના વ્યાજદારમાં વધારો કરવામાં આવ્યો છે.

જાણો કંઇ બેંકે એફીના વ્યાજદર વધાર્યા?
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે, એસબીઆઇ  અને એચડીએફસી બેંક આ બંને બેંકે તેમના એફડીના વ્યાજદરમાં વધારો કર્યો છે. જો કે આ વ્યાજદરોનો વધારો એટલો બધો નહીં કે જેના કારણ બચત કરનારાઓને ખૂબ જ ખુશ થવાનો મોકો મળે પણ છેલ્લા ઘણા સમયથી સતત ઘટતા વ્યાજદરની સામે આ વ્યાજદરનો અંશતઃ વધારો ચોક્કસપણે રાહત આપનારા સમાચાર તો છે જ. વાત કરીએ વ્યાજ વધારાની તો SBIએ તેના વ્યાજ દરમાં 0.10 ટકાનો વધારો કર્યો છે, જ્યારે HDFC બેન્કે વ્યાજ દરમાં 0.05 થી 0.1 ટકાનો વધારો કર્યો છે. જો કે, બંને બેંકોએ FDની તમામ પાકતી મુદત પર વ્યાજ દરમાં વધારો કર્યો નથી. એનો એર્થ એ થયો કે આ વધારો માત્રને માત્ર સિલેકટેડ મેચ્યોરિટી પિરિયડ સુધી જ એટલે કે પસંદ કરેલી પાકતી મુદ્દત સુધી જ  મર્યાદીત છે

SBIની વેબસાઈટ અનુસાર, બેંકે 1 વર્ષ અને તેથી વધુ પરંતુ 2 વર્ષથી ઓછી અવધિ સાથેની FD પર રૂ. 2 કરોડથી ઓછી FDના કિસ્સામાં વ્યાજ દરમાં 0.10 ટકાનો વધારો કર્યો છે. અગાઉ, આ સમયગાળાની FD પર વ્યાજ દર 5 ટકા હતો, જે 15 જાન્યુઆરી, 2022 થી વાર્ષિક 5.10 ટકા થઈ ગયો છે. જ્યારે કે સિનિયર સિટિઝન એટલે કે  વરિષ્ઠ નાગરિકોને હવે આ સમયગાળા માટે FD પર વાર્ષિક 5.60 ટકાના દરે વ્યાજ મળશે, જે અગાઉ 5.50 ટકા હતું. 

HDFC બેંકમાં નવા વ્યાજ દરો
HDFC બેંકે રૂ. 2 કરોડથી ઓછી FDના કિસ્સામાં પસંદગીના પાકતી મુદત પર વ્યાજ દરોમાં 0.05-0.1 ટકાનો વધારો કર્યો છે. હવે બેંકમાં 2 વર્ષ 1 દિવસથી 3 વર્ષની FD પર વાર્ષિક 5.2%, 3 વર્ષ 1 દિવસથી 5 વર્ષ અને 5 વર્ષ 1 દિવસથી 10 વર્ષની FD પર વાર્ષિક 5.4% વ્યાજ દર હોય ત્યાં સુધીની FD પર વાર્ષિક 5.6 ટકા વ્યાજદર નક્કી કર્યો છે મહત્વનું છેકે  આ વ્યાજ દરો 12 જાન્યુઆરી 2022થી લાગુ થઈ ગયા છે.