Top Stories
PNB, SBI કે HDFC કંઈ બેંકમાં તમને મળશે વધુ વળતર, ઘરમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય તો કામની છે માહિતી

PNB, SBI કે HDFC કંઈ બેંકમાં તમને મળશે વધુ વળતર, ઘરમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય તો કામની છે માહિતી

HDFC બેંકે બલ્ક ડિપોઝિટ પરના દરોમાં 5-10 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે, જ્યારે PNBએ નવી સમય મર્યાદાઓ રજૂ કરી છે. તે જ સમયે, SBIએ ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે નવી FD યોજના શરૂ કરી છે.

HDFC બેંક સામાન્ય ગ્રાહકોને 4.75% થી 7.40% સુધી અને વરિષ્ઠ નાગરિકોને 7 દિવસથી 10 વર્ષની મુદત માટે FD પર 5.25% થી 7.90% સુધીના વ્યાજ દર ઓફર કરે છે.

પંજાબ નેશનલ બેંક સામાન્ય ગ્રાહકોને 400 દિવસની FD પર 7.75% વ્યાજ આપી રહી છે. જ્યારે 303 દિવસની સ્કીમ પર 7.5% વ્યાજ મળશે. તે જ સમયે, વરિષ્ઠ નાગરિકોને 506 દિવસની FD પર 7.2% વ્યાજ મળશે. PNB સામાન્ય લોકોને 3.5% થી 7.25% સુધીનું વ્યાજ આપી રહ્યું છે.

SBI એ તાજેતરમાં 'SBI Patron' ની નવી FD સ્કીમ શરૂ કરી છે, જે ખાસ કરીને 80 વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે બનાવવામાં આવી છે.  

SBIના વરિષ્ઠ નાગરિક ગ્રાહકો માટે FD દર 7 દિવસથી 10 વર્ષ માટે 4% થી 7.50% છે. 80 વર્ષથી વધુ ઉંમરના SBI સુપર સિનિયર સિટિઝનને વરિષ્ઠ નાગરિકોની સરખામણીમાં વધારાના 10 બેસિસ પોઈન્ટ્સ મળશે