આગામી છ દિવસની આવી ગઈ આગાહી, જાણો તમારા વિસ્તારમાં ક્યારે પડશે મુશળધાર વરસાદ

આગામી છ દિવસની આવી ગઈ આગાહી, જાણો તમારા વિસ્તારમાં ક્યારે પડશે મુશળધાર વરસાદ

ગુજરાતમાં મેઘરાજાની સવારી આવવાની સાથે મુશળધાર વરસાદ વરસ્યો છે. વરસાદ થાય તેવી સિસ્ટમ સક્રિય હોવાને કારણે ગુજરાતમાં બે દિવસ દરમિયાન ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદમાં મોડી રાતે ગાજવીજ સાથે સારો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે માછીમારોને 21 તારીખ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે. આ સાથે રાજ્યના કુલ 209 ડેમમાંથી 11 ડેમ હાઈ એલર્ટ પર છે જ્યારે 13 ડેમ એલર્ટ પર છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 19 અને 20મી તારીખે ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી આપવામાં આવી છે.

19મી તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે. આ ઉપરાંતના કોઈ જિલ્લામાં ભારે વરસાદની આગાહી નથી

20મી તારીખના રોજ તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે.

21મી તારીખે તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે

22મી તારીખે અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે. તો નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે.

23મી તારીખે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ વરસવાની આગાહી છે. આ સાથે કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, મહેસાણા, અરવલ્લી, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે.

24મી તારીખે કચ્છ, બનાસકાંઠા, પાટણ, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે.