આપણે સૌએ અલગ અલગ પ્રેમના કિસ્સા જોયા જ છે. ત્યારે હવે મધ્યપ્રદેશના ઇન્દોરથી એક ખૂબ જ આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક કરોડપતિ વ્યક્તિની પત્ની તેના કરતા 13 વર્ષ નાના ઓટો-રિક્ષા ચાલક સાથે ભાગી ગઈ. આરોપ એવો છે કે મહિલા તેના પતિના ઘરેથી 47 લાખ રૂપિયા લઈને ભાગી છે. એક અહેવાલ મુજબ આ ઘટના ઈન્દોરના ખજરાના વિસ્તારમાં બની હતી. મહિલાના પતિએ તેની પત્નીના ગુમ થવા અને ઘરમાંથી 47 લાખ રૂપિયા ગુમ થયાની ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
હાલમાં પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. કરોડપતિની પત્ની અને ઓટો રિક્ષા ચાલકની શોધ પણ ચાલુ છે. મળતી માહિતી મુજબ ઓટો-રિક્ષા ચાલક ઘણીવાર મહિલાને તેના ઘરે મુકવા આવતો હતો. આરોપી મહિલા 13 ઓક્ટોબરથી ગુમ છે. જ્યારે રાત સુધી પત્ની ઘરે ન આવી અને તેના કોઈ સમાચાર ન હતા, ત્યારે પતિએ તેની પત્નીની ગુમ થયાની જાણ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર મહિલાનો પતિ કરોડો રૂપિયાની જમીનનો માલિક છે. તેણે ઘરના કબાટમાં 47 લાખ રૂપિયા રાખ્યા હતા. તેની પત્ની સાથે પૈસા પણ ઘરમાંથી ગાયબ થઈ ગયા. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા સાથે ભાગી ગયેલા ઓટો-રિક્ષા ચાલકનું નામ ઇમરાન છે અને તે 32 વર્ષનો છે. પોલીસે ઈમરાનના મિત્રના ઘરેથી 33 લાખ રૂપિયા રોકડા કબજે કર્યા છે. જો કે હજુ સુધી મહિલા અને ઓટો રીક્ષા ચાલકને પકડવામાં સફળતા મળી નથી.
આરોપી મહિલા અને ઓટો રિક્ષા ચાલકને શોધવા માટે પોલીસ ખંડવા, જાવરા, ઉજ્જૈન અને રતલામ પર સતત દરોડા પાડી રહી છે. આ ચાર શહેરોમાં આરોપીઓનું લોકેશન જાણવા મળ્યું છે. પોલીસ બંને મોબાઈલનું લોકેશન પણ શોધી રહી છે.
આવી માહિતી અમે Khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે Khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા What's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.