નમસ્કાર ખેડૂત મિત્રો, ગયા વર્ષ કરતાં આ વર્ષે કપાસનું ઉત્પાદન ઓછું થવાના અહેવાલ વચ્ચે માર્કેટયાર્ડમાં સારી કોલેટીનો કપાસ આવવા છતાં પણ ગયા વર્ષની સાપેક્ષમાં આ વર્ષે ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા નથી. હાલમાં ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડમાં કપાસના એવરેજ ભાવો 1380 થી 1460 ની વચ્ચે છે.
હાલમાં માર્કેટ યાર્ડમાં આવતા કપાસમાં સારી કોલેટીનો કપાસ હોય તો 1500 રૂપિયાની સપાટીએ કપાસના ભાવ ખેડૂતોને મળે છે.
વધતી જતી મોંઘવારી અને ખેત ઉત્પાદન સામે ખેડૂતો ને 2000 રૂપિયાના કપાસનો ભાવ મળે તેવી આશા હોય છે પરંતુ આ વર્ષે 1700 રૂપિયા કપાસનો ભાવ ક્રોસ કર્યો ખૂબ જ અઘરો છે. ઘણા અહેવાલો અનુસાર અમેરિકન માર્કેટ યાર્ડમાં કપાસની સારી આવક થઈ રહી છે અને ક્યાં ઉત્પાદન વધારે થયું ના કહેવા લાગો જ છે કપાસના વધારે ભાવ આ વર્ષે નહીં વધે તેવી ચર્ચાઓ ફેલાઈ રહી છે.
કપાસના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 09-12-2024, સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસના બજાર ભાવ રૂ. 1250થી રૂ. 1500 સુધીના બોલાયા હતા. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 830થી રૂ. 1478 સુધીના બોલાયા હતા. તેમજ સાવરકુંડલાના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1350થી રૂ. 1482 સુધીના બોલાયા હતા.
જસદણ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1300થી રૂ. 1480 સુધીના બોલાયા હતા. જ્યારે બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1225થી રૂ. 1500 સુધીના બોલાયા હતા. તેમજ મહુવા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1352થી રૂ. 1441 સુધીના બોલાયા હતા.
કાલાવડ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1350થી રૂ. 1493 સુધીના બોલાયા હતા. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1300થી રૂ. 1491 સુધીના બોલાયા હતા. તેમજ ભાવનગર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1330થી રૂ. 1460 સુધીના બોલાયા હતા.
આજે 10 ડિસેમ્બર 2024 અને મંગળ વાર છે. આજે ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડમાં શું રહ્યા કપાસ ભાવ જાણી લો.
આજના કપાસના ભાવ:
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1250 | 1500 |
અમરેલી | 830 | 1478 |
સાવરકુંડલા | 1350 | 1482 |
જસદણ | 1300 | 1480 |
બોટાદ | 1225 | 1500 |
મહુવા | 1352 | 1441 |
કાલાવડ | 1350 | 1493 |
જામજોધપુર | 1300 | 1491 |
ભાવનગર | 1330 | 1460 |
જામનગર | 1200 | 1525 |
બાબરા | 1440 | 1535 |
જેતપુર | 1128 | 1511 |
વાંકાનેર | 1300 | 1478 |
મોરબી | 1351 | 1531 |
રાજુલા | 1350 | 1470 |
હળવદ | 1350 | 1516 |
વિસાવદર | 1210 | 1476 |
તળાજા | 1425 | 1478 |
બગસરા | 1200 | 1491 |
ઉપલેટા | 1200 | 1480 |
માણાવદર | 1410 | 1555 |
ધોરાજી | 1326 | 1476 |
ભેંસાણ | 1200 | 1481 |
ખંભાળિયા | 1350 | 1465 |
ધ્રોલ | 1320 | 1470 |
હારીજ | 1380 | 1465 |
ધનસૂરા | 600 | 1300 |
વિસનગર | 1300 | 1488 |
કુકરવાડા | 1370 | 1464 |
ગોજારીયા | 1447 | 1462 |
હિંમતનગર | 1345 | 1394 |
માણસા | 1300 | 1462 |
કડી | 1300 | 1439 |
પાટણ | 1350 | 1472 |
થરા | 1400 | 1451 |
તલોદ | 1405 | 1441 |
સિધ્ધપુર | 1357 | 1494 |
ડોળાસા | 1400 | 1452 |
વડાલી | 1400 | 1514 |
બેચરાજી | 1250 | 1426 |
કપડવંજ | 1250 | 1300 |
વીરમગામ | 1215 | 1448 |
ચાણસ્મા | 1231 | 1448 |
ખેડબ્રહ્મા | 1350 | 1455 |
શિહોરી | 1400 | 1435 |
લાખાણી | 1360 | 1430 |
સતલાસણા | 1300 | 1422 |