ડુંગળીના ભાવ ગત અઠવાડીયે સુધર્યા બાદ આ અઠવાડીયાની શરૂઆતમાં પણ સરેરાશ ટકેલા રહ્યાં હતાં પંરતુ ઊંચા ભાવથી ખેડૂતોની વેચવાલી વધી રહી છે. ખાસ કરીને જો સફેદ ડુંગળીની આવકો વધુ વધશે તો ભાવ ફરી થોડા નીચા આવી શકે છે એટલે કે સફેદ ડુંગળીની તેજી-મંદીનો આધાર ખેડૂતોનાં હાથમાં છે. ડી-હાઈડ્રેશન પ્લાન્ટોને સફેદ ડુંગળીની જરૂરિયાત છે અને આ વર્ષે ભાવ ઊંચા રહે તેવી ધારણાં છે, પરિણામે જો ખેડૂતો આવક વધારશે તો નીચા ભાવથી ડુંગળી વેચાણ કરવી પડે તેવી શક્યતાઓ રહેલી છે. સફેદનાં ભાવ ધીમી ગતિએ ઘટીને રૂ. ૧૫૦ સુધી આવે તેવી શક્યતાઓ વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે .
મહુવામાં લાલ ડુંગળીનાં શુક્રવારે ૫૮ હજાર ગુણીના વેપાર સાથે ભાવ રૂ. ૬૦ થી ૩૦૬ જ્યારે સફેદની ૧ લાખ ગુણીનાં વેપાર સાથે ભાવ રૂ. ૧૪૫ થી ૧૯૯ બોલાયા હતાં. ભાવનગરમાં લાલ ડુંગળીનાં ૪૨ હજાર ગુણીનાં વેપાર સામે ભાવ રૂ. ૧૧૦ થી ૨૩૫ બોલાયા હતાં. ગોંડલમાં ૨૩ હજાર ગુણીના વેપાર સાથે ભાવ રૂ. ૭૧ થી ૨૧૧ બોલાયા હતાં જ્યારે સફેદ ડુંગળીના ૧૬ હજાર ગુણીનાં વેપાર સાથે ભાવ રૂ. ૧૦૦ થી ૧૬૬ બોલાયા હતાં.
મહુવા માર્કેટિંગ યાર્ડ ડુંગળી લાવતા ખેડૂતો માટે ખાસ જાણ :-
(૧) સફેદ કાંદા લાવતા ખેડુતભાઈઓ તથા કમીશન એજન્ટભાઇઓને જાહેર જાણ :- મહુવા માર્કેટયાર્ડમાં વેચાણ માટે સફેદ કાંદા લાવતા ખેડૂતભાઈઓ ત્થા કમીશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે, સફેદ કાંદાની આવક લેવાનો સમય અત્યારે પુરો થઈ ગયેલ છે. હવે સફેદ કાંદાની આવક આજ રોજ તા. ૨૩/૦૩/૨૧ મંગળવાર રાત્રીનાં ૯/૦૦ થી બુધવાર સવારનાં ૯/૦૦ કલાક સુધી લેવામાં આવશે, ત્યારબાદ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી સફેદ કાંદાની આવકને પ્રવેશ મળશે નહી.
(૨) સફેદ કાંદા લાવતા ખેડુતો અને ટ્રકવાળાની સ્વૈચ્છીક સમંતિથી ઉભા વાહનોમાં પણ હરરાજી થશે :- મહુવા માર્કેટયાર્ડમાં વેચાણ માટે સફેદ કાંદા લાવતા ખેડૂતભાઈઓ કમીશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે, સફેદ કાંદાની અગાઉ નકકી અને જાહેરાત થયા મુજબ આવતી કાલ તા. ૨૩/૦૩/૨૧ મંગળવાર થી ખેડુતોની અને વાહનવાળાની સ્વૈચ્છીક સંમતિથી ઉભા વાહનોમાં હરરાજી થશે જેની ખેડૂતભાઈઓ ત્થા કમીશન એજન્ટભાઈઓએ નોંધ લઈ પોતાનાં સફેદ કાંદા ઉભા વાહનોમાં વેચાણ કરવા માંગતા હોય તો ઉભા રાખવા જણાવવામાં આવે છે .
તા. ૨૨/૦૩/૨૦૨૧ ને સોમવારે લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ દાહોદમાં રૂ. ૪૦૦ બોલાયો હતો તેમજ સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ મહુવામાં રૂ. ૧૯૯ બોલાયો હતો.
તા. ૨૨/૦૩/૨૦૨૧ને સોમવારના લાલ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.
મહુવા :- નીચો ભાવ 60 ઉંચો ભાવ 306
ભાવનગર :- નીચો ભાવ 110 ઉંચો ભાવ 235
રાજકોટ :- નીચો ભાવ 60 ઉંચો ભાવ 200
ગોંડલ :- નીચો ભાવ 71 ઉંચો ભાવ 211
અમરેલી :- નીચો ભાવ 160 ઉંચો ભાવ 200
વડોદરા :- નીચો ભાવ 140 ઉંચો ભાવ 360
પાલીતાણા :- નીચો ભાવ 160 ઉંચો ભાવ 300
મોરબી :- નીચો ભાવ 100 ઉંચો ભાવ 200
જેતપુર :- નીચો ભાવ 71 ઉંચો ભાવ 201
વિસાવદર :- નીચો ભાવ 31 ઉંચો ભાવ 131
અમસદાવાદ :- નીચો ભાવ 140 ઉંચો ભાવ 260
સુરત :- નીચો ભાવ 120 ઉંચો ભાવ 340
દાહોદ :- નીચો ભાવ 200 ઉંચો ભાવ 400
તા. ૨૨/૦૩/૨૦૨૧ને સોમવારના સફેદ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.
મહુવા :- નીચો ભાવ 145 ઉંચો ભાવ 199
ભાવનગર :- નીચો ભાવ 150 ઉંચો ભાવ 185
ગોંડલ :- નીચો ભાવ 100 ઉંચો ભાવ 166
વિસાવદર :- નીચો ભાવ 43 ઉંચો ભાવ 151
તા. ૨3/૦૩/૨૦૨૧ને મંગળવારના લાલ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.
મહુવા :- નીચો ભાવ 48 થી ઉંચો ભાવ 350
ગોંડલ :- નીચો ભાવ 81 થી ઉંચો ભાવ 221
તા. ૨3/૦૩/૨૦૨૧ને મંગળવારના સફેદ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.
મહુવા :- નીચો ભાવ 150 થી ઉંચો ભાવ 205
ગોંડલ :- નીચો ભાવ 101 થી ઉંચો ભાવ 161