Top Stories
શું કપાસ ભાવ ૧૪૦૦+ થશે? આજનાં ઉંચા કપાસ ભાવ સાથે સર્વે

શું કપાસ ભાવ ૧૪૦૦+ થશે? આજનાં ઉંચા કપાસ ભાવ સાથે સર્વે

નમસ્કાર ખેડૂત મિત્રો...

છેલ્લા એક અઠવાડિયાથી કપાસના ભાવમાં ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે. ૧૧૫૦ થી લઈને ૧૨૦૦+ સુધીના ભાવો હાલ બજારમાં જોવા મળી રહ્યા છે. જેટલો કપાસ માર્કેટ યાર્ડ માં આવવો જોઈએ તેટલો કપાસ આ વર્ષે આવ્યો નથી. કારણોમાં કમોસમી વરસાદ, કપાસમાં અમુક પ્રકારના રોગ અને ઓછાં વાવેતર ના લીધે કપાસ ની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

હવે અત્યારે ખેડૂતો પાસે કપાસનો જથ્થો ઘટી રહ્યો છે ત્યારે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. અત્યારે સારી ગુણવત્તા ધરાવતાં કપાસ ની આવક બજાર માં શરૂ થઈ ગઈ છે. આ વખતે બધા વર્ષ કરતા ૧૫% જેટલો કપાસ જ સારી ગુણવત્તા વાળો છે. સારી ગુણવત્તા ધરાવતા કપાસની માંગ સતત વધી રહી છે અને ભાવ પણ.

આવનાર સમયમાં કપાસના ભાવ કેવા રહેશે? 

જે કપાસની ગુણવત્તા સારી છે તે કપાસના ભાવ આવનાર સમયમાં હજુ પણ વધશે તેવું અનુમાન લગાવી રહ્યા છે. કારણ કે સારી ગુણવત્તા વાળો કપાસ બજાર માં આવી રહ્યો છે. મિડીયમ ગુણવતા ધરાવતો કપાસ ના ભાવ પણ સારા એવા મળી રહ્યા છે.કાલ ની બજાર ભાવ માં પાટણ માર્કેટ યાર્ડ માં કપાસ નો નીચો ભાવ ૯૮૦ થી ઉંચો ભાવ ૧૨૩૦ રહ્યો હતો.

હાલ કપાસના ભાવ ૧૧૦૦ થી ૧૨૦૦+ સુધી જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિ માં કપાસના ભાવ કેમ વધી રહ્યા છે ? તે જાણીએ તો હવે ખેડૂતો પાસે કપાસની આવક ઘટી રહી છે. દર વર્ષ કરતા આ વર્ષે કપાસની આવક ઘટી છે. વિદેશ માં પણ પહેલા કરતા અત્યારના સમયમાં કપાસ ની આવક ઓછી થઈ છે. 

આવનાર દિવસોમાં કપાસના ભાવ ૧૩૦૦ થી ૧૩૫૦+ સુધી પહોંચી શકે તેવું હાલ માર્કેટ યાર્ડ ની પરિસ્થિતિ ને જોતા લાગી રહ્યું છે. જેના લીધે જે ભાવ પાછળના વર્ષોમાં નથી લીધા તેવા ભાવ આ વર્ષે ખેડૂતો લેશે તેવા અનુમાન કૃષિ વિશેષજ્ઞો લગાવી રહ્યા છે.

આજનાં કપાસ ભાવો

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી કપાસની આવક માં ઘટાડો થતાં કપાસનાં ભાવમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતનાં ખેડૂતોને સારા કપાસના એવરેજ રૂ. ૧૦૭૦ થી ૧૨૦૦ સુધી મળી રહ્યાં છે.

આજે ગુજરાતનાં પાટણ, ભાવનગર, બોટાદ, વિજાપુર, માણસા, વડાલી, બગસરા, સિદ્ધપુર, ગોઝારીયા, જામ જોધપુર, તળાજા, કડી, હિંમતનગર અને ઉનાવા માર્કેટીંગ યાર્ડમાં ૧૨૦૦+ ભાવ રહ્યાં છે. જેમાંની પાટણ માર્કેટિંગ યાર્ડ માં આજે ઊંચો ભાવ ૧૨૩૦ રૂપિયા રહ્યો હતો.

આજે તારીખ ૧૮/૦૧/૨૦૨૧, સોમવાર નાં કપાસનાં ભાવો ગુજરાતનાં વિવિધ માર્કેટિંગ યાર્ડ માં નીચે મુજબ રહ્યાં હતાં.

ભાવનગર :- નીચો ભાવ ૯૮૫ થી ઉંચો ભાવ ૧૨૦૪

બાબરા :- નીચો ભાવ ૧૦૨૦ થી ઊંચો ભાવ ૧૧૯૦ 

મહુવા :- નીચો ભાવ ૯૪૮ થી ઊંચો ભાવ ૧૧૪૪   

તળાજા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૦૧

અમરેલી :- નીચો ભાવ ૭૮૯ થી ઊંચો ભાવ ૧૨૧૩

કડી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૦૭

ભીલડી :- નીચો ભાવ ૧૦૫૧ થી ઉંચો ભાવ ૧૦૫૧

બગસરા :- નીચો ભાવ ૯૬૦ થી ઉંચો ભાવ ૧૨૧૨   

પાટણ :- નીચો ભાવ ૯૮૦ થી ઉંચો ભાવ ૧૨૩૦

સિદ્ધપુર :- નીચો ભાવ ૧૦૨૭ થી ઉંચો ભાવ ૧૨૨૦

સાવરકુંડલા :- નીચો ભાવ ૯૫૫ થી ઊંચો ભાવ ૧૧૬૯ 

જામનગર :- નીચો ભાવ  ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૧૯૦

બોટાદ :- નીચો ભાવ ૧૦૨૧ થી ઊંચો ભાવ ૧૨૦૩         

મોરબી :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૧૬૦   

જામ જોધપુર :- નીચો ભાવ ૧૦૩૦ થી ઊંચો ભાવ ૧૨૦૦ 

ગોંડલ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઊંચો ભાવ ૧૧૯૧     

રાજકોટ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૮૦   

ધ્રોલ :- નીચો ભાવ ૧૦૨૦ થી ઉંચો ભાવ ૧૧૭૭

વાંકાનેર :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૧૭૦

ડોળાસા :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૧૭૦

કાલાવડ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૯૯

જોટાણા :- નીચો ભાવ  ૯૭૦ થી ઉંચો ભાવ ૧૦૪૦ 

હળવદ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૯૬

જામ ખંભાળીયા :- નીચો ભાવ ૧૦૨૫ થી ઉંચો ભાવ ૧૦૩૬

ગોઝારીયા :- નીચો ભાવ ૧૦૮૦ થી ઉંચો ભાવ ૧૨૦૦

વિસનગર :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૨૨૫   

વિજાપુર :- નીચો ભાવ ૧૦૨૦ થી ઉંચો ભાવ ૧૨૨૧

હારીજ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૧૭૦ 

માણસા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૧૦ 

રાજપીપળા :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૧૨૦ 

કુકરવાડા :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૧૯૫

લાખણી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૦૩

ટિંટોઇ :- નીચો ભાવ ૧૦૬૦ થી ઉંચો ભાવ ૧૧૧૮

વિસાવદર :- નીચો ભાવ ૯૪૪ થી ઉંચો ભાવ ૧૧૦૬

અંજાર :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૫૦

ઉનાવા :- નીચો ભાવ ૧૦૪૧ થી ઉંચો ભાવ ૧૨૨૨

વડાલી :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૦૯

રાજુલા :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૧૫૧

- આભાર