શું હવે કપાસના ભાવ 2000 રૂપિયા થશે ? શું છે બજાર હલચલ ? જાણો આજનાં (27/01/2023) નાં કપાસના ભાવ

શું હવે કપાસના ભાવ 2000 રૂપિયા થશે ? શું છે બજાર હલચલ ? જાણો આજનાં (27/01/2023) નાં કપાસના ભાવ

ગુજરાતની કપાસ બજારમાં ઘટાડો ચાલુ છે. કપાસની આવકો ગત સપ્તાહની તુલનાએ આ સપ્તાહે વધારે છે, પંરતુ આજે મોટો ઘટાડો થયો હતો, પંરતુ રૂનાં ભાવ ઘટ્યાં હોવાથી અને જિનોની લેવાલી ન હોવાથી ભાવમાં વધુ રૂ.૧૦થી ૧૫નો ઘટાડો હતો.

ગુજરાતનાં તમામ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની કુલ આવક માત્ર ૧.૯૨ લાખ મણની થઈ હતી, જે મંગળવારે ૨.૭૯ લાખ મણની થઈ હતી. આમ એક દિવસમાં ૩૦ ટકાથી પણ વધુનો ઘટાડો આવકમાં થયો છે.

આ પણ વાંચો: કપાસના ભાવમાં સ્થિરતાનો માહોલ, જાણો કયા માર્કેટ યાર્ડમાં 1750 ને પાર ભાવ ?

સૌરાષ્ટ્રનાં અગ્રણી જિનર્સો કહે છેકે આ ભાવથી પણ કપાસ ખરીદીને જિનોને ડિસ્પેરિટી જો હોવાથી કપાસનાં ભાવમાં મણે હજી પણ રૂ.૫૦નો ઘટાડો થવાની જગ્યા બચી છે અને આ ઘટાડો ફેબ્રુઆરીની શરૂઆતમાં આવી જ જશે.

દેશમાં રૂની આવક વેપારી અંદાજ મુજબ આજે કુલ ૧.૪૦ લાખ ગાંસડીની થઈ હતી, જે ગઈકાલની તુલનાએ નવ હજાર ગાંસડીનો ઘટાડો બતાવે છે. ઉત્તર ભારતમાં ૧૫ હજાર ગાંસડી, એમ.પી.માં ૧૨ હજાર ગાંસડી, ગુજરાતમાં ૪૫ હજાર ગાસંડી, મહારાષ્ટ્રમાં ૩૨ હજાર ગાંસડી, કર્ણાટકમાં નવ હજાર, આંધ્ર પ્રદેશમાં સાત હજાર ગાંસડી, તેલંગણામાં ૧૭ હજાર ગાંસડી, તામિલનાડુમાં એક હજાર અને ઓરિસ્સામાં ૨૫૦૦ ગાંસડીની આવક થઈ હતી.

આ પણ વાંચો: ડુંગળીનાં ભાવમાં સ્થિરતાનો માહોલ: જાણો આજનાં ડુંગળીનાં બજાર ભાવ

કપાસના બજાર ભાવ (25/01/2023)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ15501703
અમરેલી13001695
સાવરકુંડલ14001672
જસદણ15001685
મહુવા14401650
ગોંડલ15011701
કાલાવડ16001691
જામજોધપુર15501720
ભાવનગર15131663
ઝ)મનગર15551700
બાબરા16401750
જેતપુર14001777
વાંકાનેર13501675
મોરબી15951693
રાજુલા14001685
હળવદ15301684
વિસાવદર16051671
તળાજા15501669
બગસરા14001705
જુનાગઢ14001640
ઉપલેટા15001670
માણાવદર15401725
ધોરાજી14411671
વિછીયા15001670
ભેસાણ14001710
ધારી14051701
લાલપુર15011751
ખંભાળિયા15501700
ધ્રોલ14151670
પાલીતાણા14501640
સાયલા16851715
હારીજ15601690
ધનસૂરા14501585
વિસનગર14001670
વિજાપુર14801700
કુંકરવાડા14751676
હિંમતનગર15111677
માણસા13001667
કડી14001680
મોડાસા14001580
પાટણ15201667
થરા158016640
તલોદ15501635
ટીટોઇ14061624
દીયોદર16001630
બેચરાજી15601660
ગઢડા16001699
ઢસા15501671
કપડવંજ13001450
ધંધુકા16111719
વીરમગામ15051660
જાદર16001670
જોટાણા13511608
ચાણસ્મા13651642
ભીલડી14001460
ખેડબ્રહ્મા15501660
ઉનાવા14511681
શીહોરી15601658
લાખાણી14501570
ઇકબાલગઢ13001650
સતલાસણા14501600