Top Stories
આવકો વધતાં કસ્તુરી રંગ રાખશે? જવાબદાર પરિબળો...

આવકો વધતાં કસ્તુરી રંગ રાખશે? જવાબદાર પરિબળો...

ખેડૂતોનું સોનું ગણાતી કસ્તુરીએ આ વર્ષે ખેડૂતોને નિરાશ કર્યા છે. માર્કેટયાર્ડમાં વેપારીઓનો અભાવ હોવાને કારણે અને હજી ભાવ તૂટશે તેવી શક્યતાઓને પગલે ડુંગળીની આવકો જંગી માત્રામાં થઈ રહી છે. જેમને કારણે બજાર સતત તૂટતી જણાઈ છે.

  • વેપારીઓના અભાવને કારણે ઘટતા ભાવો
  • આવકો ઢગલાબંધ થતાં ડુંગળીના ભાવોમાં ધાર્યા જેવી તેજી નથી.
  • સફેદ ડુંગળી કરતા પણ ઓછા ભાવો લાલ ડુંગળીનાં

ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડોમાં ડુંગળી 100 રૂપિયાની અંદર વેચાઈ રહી છે. જોકે ખેડૂતોમાં રોષ વધી રહ્યો છે, પરંતુ જ્યાં સુધી આવકો વધારે રહેશે ત્યાં સુધી ભાવમાં કોઈ વધારો થાય તેવી શક્યતા જણાતી નથી. 

સફેદ ડુંગળીના રંગો:
એવરેસ્ટ લાલ ડુંગળી કરતાં સફેદ ડુંગળીના ભાવમાં ખેડૂતોને થોડી રાહત મળે છે. જોકે આ વર્ષે ડિહાઇડ્રેશન પ્લાન્ટની સ્થિતિઓ નબળી હોવાથી અને ખરીદદારો નાં હોવાથી સફેદ ડુંગળીના ઓછા ભાવો ખેડૂતોને મળી રહ્યા છે.
જોકે બીજી બાજુ મહુવા માર્કેટયાર્ડમાં સફેદ ડુંગળીના નીચા ભાવને લઇને ખેડૂતોમાં રોષ ભરાયો હતો અને હરાજી પણ અટકાવી દેવામાં આવી હતી. આવનાર દિવસોમાં હજી ભાવ સુધરે તેવા અહેવાલો જણાતાં નથી.