હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ગાજવીજ સાથે ભારે વરસાદ રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકમાં અતિ ભારે વરસાદ વરસી શકે
એક સાથે 3 સિસ્ટમ સક્રિય થવાથી દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદનો વધુ ભાર આવી શકે છે.
ઓરેન્જ એલર્ટ:
હવામાન વિભાગે નીચેના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે:
દક્ષિણ ગુજરાત: ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી
સૌરાષ્ટ્ર: ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ
પવન અને દરિયાઈ જોખમ અને સૂચના
પવનની ઝડપ 50-60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા હોવાને કારણે તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપી છે.
ગુજરાતમાં 7 અને 9 જૂન દરમિયાન વરસાદની શક્યતા છે, જ્યારે 10 જૂનના રોજ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે, ઉપરાંત દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે