નમસ્કાર ખેડૂત મિત્રો...
વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાક ને નુકસાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડના કાંટાળી તારની વાડ બનાવવા ખેડૂતોને નાણાકીય સહાય આ યોજના ( Katali Tar fencing sahay ) અંતર્ગત આપવામાં આવશે.
આ યોજના પહેલા પણ ચાલુ હતી પરંતુ હવેથી તેમાં સુધારા વધારા કરવામાં આવ્યા છે. દરેક ખેડૂત લાભાર્થી આ યોજના નો લાભ લઇ શકે તે માટે ગુજરાત સરકારે ૨૦૦ કરોડ રૂપિયા ની ફાળવણી કરી છે.
આ યોજનાનું અમલીકરણ પહેલા ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિ. કરતું હતું પણ હવેથી ગુજરાત એગ્રો ઈનડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. દ્વારા અમલીકરણ થશે.
યોજના હેઠળ ખેડૂતોએ જૂથમાં તેમની જમીનનું ક્લસ્ટર બનાવી અરજી કરવાની રહેશે. જેમાં કુલ પાંચ હેકટર સુધીના વિસ્તારનો સમાવેશ કરવામાં આવશે. (જે પહેલાં 10 હેક્ટર હતો) જમીનના વિસ્તાર અનુસાર લાભાર્થીઓના જૂથની અરજીઓ અંગે રનિંગ મીટર દીઠ રૂપિયા ૨૦૦ ( જે પહેલાં રૂ.150 હતાં ) અથવા ખર્ચના ૫૦% બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય મંજૂર થશે.
હવે વાડ કેવી રીતે બનશે એ માહિતી જાણી લઈએ...
થાંભલા ની સાઈઝ ( સિમેન્ટ કોંક્રિટ પ્રિટેસ્ટડ અને પ્રિકાસ્ટ થાંભલા. ઓછામા ઓછા ચાર તાર વાળા અને મીનીમમ ડાયામીટર ૩.૫૦ એમ.એમ ) ૨.૪૦×૦.૧૦×૦.૧૦ મીટર.
થાંભલા ઊભા કરવા માટેના ખાડાનું માપ ૦.૪૦×૦.૪૦×૦.૪૦ મીટર રેહશે.
બે થાંભલા વચ્ચેનું અંતર ઓછામા ઓછું ૩ મીટર રહેશે.
દર 15 મીટરે સહાય થાંભલા બંને બાજુ મૂકવા પડશે જેની સાઇઝ મૂળ થાંભલા જેટલી જ રહશે.
થાંભલાનાં પાયામાં 1: સિમેન્ટ, 5: રેતી અને 10: કાળી કપચી નો ઉપયોગ કરવાની રહશે. ( Cement - concrete mixture )
તાર અને થાંભલા ક્યાંથી ખરીદવા?
ખેડૂત કોઈપણ મંજૂર થયેલ એજન્સી પાસેથી ખરીદી કરી શકે છે.
આ યોજના ની વધારે માહિતી માટે નોડેલ એજન્સી તરીકે ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ તથા જિલ્લા ખેતીવાડી વિકાસ અધિકારી નો સંપર્ક કરી શકો.
ફોર્મ ક્યાં ભરવું?
આ યોજના નું ફોર્મ આઇ ખેડૂત પોર્ટલ પર ભરી શકાશે. અને તેના માટે ખેડૂતો એ ગ્રૂપ માં અરજી કરવાની રહેશે. જેમાં નીચે મુજબના દસ્તાવેજ આપવાના રહેશે.અને સાથે એ પણ જરૂરી છે કે ગ્રુપમાં બધા ખેડૂતોએ અરજી કરવાની રેહશે નહિ પરંતુ કોઈ એક ખેડૂત ને અરજી કરવાની રેહશે.
કોઈ ખેડૂત પાસે 5 હેક્ટર જમીન હોય તો તે એકલાં પણ ફોર્મ ભરી શકે છે.
ફોર્મ ભરવા જરૂરી પુરાવા?
(૧) દરેક ખેડૂતો ની ૭/૧૨ ૮ અ ની નકલ.
(૨) દરેક ખેડૂતની આધાર કાર્ડ ની નકલ.
(૩) બેંક પાસબુક ની નકલ કોઈ પણ એક ખેડૂતની.
ફોર્મ ભરાવા માટે ક્યાં જવું?
(૧) ગ્રામ પંચાયત ખાતે વિસીઈ ઓપરેટર
(૨) ઓનલાઇન ફોર્મ ભરી આપનાર કમ્પ્યુટર ઓપરેટર
(૩) CSC સેન્ટર વગેરે જગ્યા એ થી ફોર્મ ભરી શકશો.
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ?
I khedut portal પર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30/01/2021 છે.
આ માહિતી ગુજરાતનાં દરેક ખેડૂત મિત્રો જાણી શકે એટલાં માટે શેર કરવાં વિનંત.
- આભાર ( Team Rakhdel )