ગુજરાત રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદના દ્રશ્યો સર્જાતા હોય તેવા સંજોગો ઉભા થયા છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીના અનુસાર, રાજ્યના અનેક વિસ્તારોમાં આજે વરસાદ પડવાની શકયતા દર્શાવવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘમહેર થવાની આગાહી છે
આજરોજ ભાવનગર, અરવલ્લી અને અમરેલી જિલ્લાના લોકો માટે વરસાદની તકદીર લેખાયેલી છે. સાથે જ, ગીર સોમનાથ, રાજકોટ અને જૂનાગઢ જેવા સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત તરફ નજર કરીએ તો સાબરકાંઠા, દાહોદ અને પંચમહાલ જિલ્લાઓમાં પણ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત મહિસાગર જિલ્લો પણ વરસાદની અસર હેઠળ રહી શકે છે.
દક્ષિણ ગુજરાતમં વરસાદ
દક્ષિણ ગુજરાતના જિલ્લામાં તો વરસાદનો વધુ ખતરો છે. સુરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જેવા વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદ માટે સૂચના આપવામાં આવ્યું છે સાથે માછીમારોને દરિયો ન ખેડવા આદેશ. ભરૂચ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડવાની શક્યતા છે, જેને લઈને સ્થાનિક લોકોને સાવચેત રહેવાની જરૂર છે.
18 જિલ્લાઓમાં એર્લટ જારી
હવામાન વિભાગે મોટી ચેતવણી પણ આપવામાં આવી છે કે 21 મેથી ગુજરાતના 18 જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડશે. આ વાવાઝોડું તબાહી મચાવવાની શક્યતા છે, તેથી તંત્રને તેમજ લોકોને સાવધન રહેવાની સલાહ આપવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાઈ શકે છે. જિલ્લાના લોકોને અનાવશ્યક મુસાફરી ટાળવી જોઈએ અને સલામત સ્થળે રહેવાની તૈયારી રાખવી જોઈએ. તંત્ર દ્વારા તાકીદની સ્થિતિમાં રાહત કામગીરી માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ખેડૂતો માટે ચિંતા
કૃષિ ક્ષેત્ર માટે આ કમોસમી વરસાદ મુશ્કેલી સર્જી શકે છે. ખેડૂતો અને સામાન્ય લોકો માટે હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવી અને જરૂર હોય તો સુરક્ષિત સ્થળે જવું ખૂબ જરૂરી છે. ખેડૂતોને પાક નુકસાન થવાની સંભાવના છે, જેના કારણે તેમને ભારે નુકસાન પણ પહોંચી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો 21 થી 25મે સુધી 50 કિમી પ્રતિકલાકે પવન ફૂંકાઈ શકે છે. એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. એક સિસ્ટમ રાજસ્થાન તરફ જ્યારે બીજી સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય થઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશન 22 મે આસપાસ લો પ્રેશરમાં ફેરવાશે.