વાવણી ની તારીખ લખી લો, સાથે પેહલુ વાવાઝોડું ક્યારે? અંબાલાલ પટેલ ની આગાહી

વાવણી ની તારીખ લખી લો, સાથે પેહલુ વાવાઝોડું ક્યારે? અંબાલાલ પટેલ ની આગાહી

વર્ષ 2025 માં 10 જૂન અથવા 11 જૂન આસપાસ ચોમાસું ગુજરાતમાં એંટ્રી મારે તેવી શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે 27 મે ના રોજ કેરળ માં ચોમાસું આવી જશે.

હવામાન વિભાગ ની આગાહી મુજબ અંદામાન નિકોબાર ટાપુ પર 13 મેં ના રોજ ચોમાસુ પહોંચી ગયુ છે.

આ વર્ષ જૂન મહિનાની શરૂઆત માં બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનવાની આગાહી કરવામાં આવી છે. જે સિસ્ટમ વાવાઝોડા નું સ્વરૂપ ધારણ કરી શકે છે.

ગુજરાતમાં ચોમાસાનું 11 તારીખે પ્રવેશ થાય તે પહેલા કેટલીક પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની સંભાવનાઓ છે.

ચોમાસાની સિઝનમાં કામ લાગશે આ સોલાર લેમ્પ, જેમાં વીજળીની જરૂર નહીં પડે, સીધી સોલાર થી વીજળી થશે... જાણો માહિતી

મે મહિનાની 23થી 30 મે સુધી ( છેલ્લા અઠવાડિયા માં) ઘણી જગ્યાએ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડી શકે છે. જૂન મહિનામાં પણ (પેહલા અઠવાડિયા માં) પ્રી મોન્સૂન એક્ટિવિટીના એક બે ઝાપટા પડી શકે છે.

અંબાલાલ પટેલની વાવાઝોડાની આગાહી :- હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, કૃતિકા નક્ષત્ર દરમિયાન રાજ્યમાં કેટલાક ભાગોમાં આંધી-વંટોળ સાથે વરસાદ થઈ શકે છે.

વાવાઝોડું: આગામી 25 મેથી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બને તેવી શક્યતા છે. આ દરમિયાન અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા ચક્રવાતમાં ફેરવાઈ શકે છે.

રોહિણી નક્ષત્ર 2025: આગામી 28 મેથી 4 જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદની થઈ શકે છે.