સરકારે તમારા પીએફ ખાતામાં કેટલા પૈસા ટ્રાન્સફર કર્યા છે તેની માહિતી મેળવવા માટે તમારે ઇન્ટરનેટ અથવા મોબાઇલ ડેટાની હવે જરૂર નથી. આ કામ તમે ઇન્ટરનેટ વગર પણ કરી શકો છો. આ માટે તમારે તમારા મોબાઈલ પરથી મિસ્ડ કોલ અથવા એસએમએસ કરવાનો રહેશે. મિસ્ડ કોલ પર, તમને EPFO તરફથી બેલેન્સ વિશે એક મેસેજ મળશે.
કેન્દ્ર સરકારે પ્રોવિડન્ટ ફંડ (PF) સબસ્ક્રાઇબરના ખાતામાં વ્યાજના નાણાં (PF વ્યાજ) ટ્રાન્સફર કર્યા છે. જેના વિશે તમે ઇન્ટરનેટ વિના પણ માહિતી મેળવી શકો છો.
તમે SMS દ્વારા પણ PF બેલેન્સ ચેક કરી શકો છો
EPFO સાથે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 7738299899 પર EPFO UAN LAN (ભાષા) મોકલો. LAN નો અર્થ તમારી ભાષા છે. જો તમારે અંગ્રેજીમાં માહિતી જોઈતી હોય, તો તમારે LAN ને બદલે ENG લખવું પડશે. એ જ રીતે હિન્દી માટે HIN અને તમિલ માટે TAM લખવાનું છે. હિન્દીમાં માહિતી મેળવવા માટે EPFOHO UAN HIN લખીને મેસેજ કરવો પડશે.
પીએફ બેલેન્સ મિસ્ડ કોલ દ્વારા જાણી શકાય છે
જો તમે તમારા પીએફ બેલેન્સ વિશે જાણવા માંગો છો, તો તમે મિસ્ડ કોલ દ્વારા પણ પીએફ બેલેન્સ જાણી શકો છો. આ માટે તમારે તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 011 22901406 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે.
પીએફ બેલેન્સની માહિતી ઓનલાઈન પણ કરી શકાય છે
તમારું PF બેલેન્સ ઓનલાઈન ચેક કરવા માટે, EPF પાસબુક પોર્ટલની મુલાકાત લો. તમારા UAN અને પાસવર્ડનો ઉપયોગ કરીને આ પોર્ટલમાં લોગ ઇન કરો. આમાં, પાસબુક ડાઉનલોડ / જુઓ પર ક્લિક કરો અને પછી તમારી સામે પાસબુક ખુલશે જેમાં તમે બેલેન્સ જોઈ શકો છો.
ઉમંગ એપ પરથી પણ પીએફની માહિતી મેળવી શકાય છે
ઉમંગ એપ દ્વારા તમે જ્યારે ઇચ્છો ત્યારે તમારું પીએફ બેલેન્સ ચેક કરી શકો છો. આ માટે, UMANG AF ખોલો અને EPFO પર ક્લિક કરો. આમાં, Employee Centric Services પર ક્લિક કરો અને ત્યારબાદ વ્યૂ પાસબુક પર ક્લિક કરો અને UAN અને પાસવર્ડ દાખલ કરો. રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. તેને દાખલ કર્યા પછી, તમે EPF બેલેન્સ જોઈ શકો છો.