દેશની ત્રીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. બેંક ઓફ બરોડાએ માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR) માં કાપ મૂકવાની જાહેરાત કરી છે. બેંક ઓફ બરોડાએ એમસીએલઆરમાં 0.05 ટકાનો ઘટાડો કર્યો છે. બેંક ઓફ બરોડાથી પ્રાપ્ત માહિતી અનુસાર, બેંકે જુદા જુદા સમયગાળા અનુસાર એમસીએલઆરના દરમાં ઘટાડો કર્યો છે. મળતી માહિતી મુજબ નવા વ્યાજ દરો 12 જૂન, 2021 થી લાગુ કરવામાં આવ્યા છે.
બેંક પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, એક વર્ષના સમયગાળા માટે એમસીએલઆર ઘટાડીને 7.35 ટકા કરાયો છે. તેમજ 6 મહિના અને 3 મહિના માટેનું એમસીએલઆર ઘટાડીને અનુક્રમે 7.20 ટકા 7.10 ટકા કરાયું છે.
આ પણ વાંચો: SBI ના કોઈ કર્મચારીની ફરિયાદ કેવી રીતે કરી શકાય? જાણો ફરિયાદ કરવા માટેની સંપુર્ણ પ્રોસેસ...
કેનેરા બેંકે MCLR RLLR સુધારો કર્યો હતો.
તમને જણાવી દઈએ કે કેનરા બેંકે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેંડિંગ રેટ (Marginal Cost of Funds based Lending Rate - MCLR) અને રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (Repo linked lending rate - RLLR) માં પણ સુધારો કર્યો છે. કેનેરા બેંકના નવા વ્યાજ દર 7 મે 2021 થી અમલમાં આવ્યા છે. કેનેરા બેંકે મહિલાઓ માટેની હોમ લોન પર આરએલએલઆરમાં સુધારો કરી 6.90 ટકા કર્યો છે જ્યારે અન્ય માટે 6.95 ટકા કર્યો છે.
પીએનબીએ પણ વ્યાજના દરમાં ઘટાડો કર્યો હતો.
પંજાબ નેશનલ બેંક (પીએનબી) એ 1-વર્ષના એમસીએલઆરને 0.05 ટકાવારી ઘટાડીને 7.30 ટકા કરી દીધી છે. પીએનબીના નવા વ્યાજ દર 1 જૂન, 2021 થી લાગુ થઈ ગયા છે. પીએનબીએ 6 મહિના અને ૩ મહિનાની અવધિ માટે એમસીએલઆરમાં 0.10 ટકાનો ઘટાડો કરી દીધો છે. પંજાબ નેશનલ બેંક દ્વારા વ્યાજના દરમાં ઘટાડો કર્યા પછી, નવો દર અનુક્રમે 7 ટકા અને 6.80 ટકા કર્યો છે. જો કે, પીએનબીએ 1 દિવસ, 1 મહિના અને 3 વર્ષના સમયગાળા માટે એમસીએલઆરમાં કોઈ ફેરફાર કર્યો નથી.
એમસીએલઆર (MCLR) શું છે?
MCLR ને માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ પણ કહેવામાં આવે છે. આ અંતર્ગત, બેન્કો તેમના ભંડોળના ખર્ચ અનુસાર લોનના દર નક્કી કરે છે. આ બેંચમાર્ક દર છે. આ દર વધવાને કારણે, બેંકમાંથી લેવામાં આવતી તમામ પ્રકારની લોન મોંઘી થઈ જાય છે. આ ઉપરાંત, જ્યારે એમસીએલઆર ઘટશે ત્યારે લોનની EMI સસ્તી થઈ જાય છે.
આ પણ વાંચો: LPG ગેસ ધારકો માટે ખુશીના સમાચાર: ગેસ કંપનીઓએ આપી મોટી રાહત
આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.