રાજ્ય પર વધુ એક વાવાઝોડાનો ખતરો તોાઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યુ છે. મુંબઈ અને ગોવા પાસે સમુદ્રમાં વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પગલે 22 તારીખથી લોપ્રેશર ચક્રવાતમાં પલટાઈ શકે તેવી સંભાવના છે. 24 થી 28 મે આસપાસ દેશના પશ્ચિમ કિનારાને અસર થવાની છે. દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. આહવા, વલસાડ, ડાંગમાં 12 ઈંચ જેટલો વરસાદ પડવાની આગાહી છે.
રાજ્યમાં 10 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત ચોમાસુ દસ્તક દેશે અને 20 જૂન સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ બેસી જશે. 8 જૂન આસપાસ દરિયામાં પવનો બદલાશે અને ત્યારબાદ ચોમાસુ બેસે તેવી શક્યતા છે.
આ તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે નેઋત્યનું ચોમાસુ આવે પહેલા ગુજરાતમાં પ્રિમોન્સુન એક્ટિવિટીનો વરસાદ પડે તેવી સંભાવના છે. જેમા મે મહિનાના છેલ્લા સપ્તાહમાં એટલે કે 22 મે થી લઈ 1લી જૂન સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં 2 થી 4 ઈંચ અને તેનાથી પણ વધુ વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહી છે. આ તરફ રાજ્ય પર વાવાઝોડાનું સંકટ પણ તોળાઈ રહ્યુ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબ સાગરમા લો પ્રેશર સર્જાતા ફરી વાદળો બંધાશે અને વરસાદી માહોલ જામશે. આ દરમિયાન 23 અને 24 તારીખે ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર પૂર્વ રાજસ્થાન પર અપર ઍર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થશે