khissu

બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે મોટાં સમાચાર: બેંક ઓફ બરોડાએ વ્યાજ દરોમાં કર્યો ઘટાડો

બેન્ક ઓફ બરોડાએ નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક (એપ્રિલ-જૂન) માં રૂ. 1,209 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. અગાઉના ત્રિમાસિક (જાન્યુઆરી-માર્ચ) ગાળામાં બેન્કને રૂ. 1,047 કરોડની ચોખ્ખી ખોટ થઈ હતી.  જૂન ત્રિમાસિકમાં બેન્કનો ઓપરેટિંગ નફો 41 ટકા વધીને 5,707 કરોડ રૂપિયા થયો છે.

નવા વ્યાજ દરો લાગુ થઈ ગયા છે.
જે લોકો બેંક ઓફ બરોડા (BOB) માં બચત ખાતું ધરાવે છે તેમના માટે આ સમાચાર મહત્વના બની શકે છે. બેંક દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેણે બચત ખાતા પર વ્યાજ દરમાં સુધારો કર્યો છે. બેંક દ્વારા નક્કી કરવામાં આવેલા નવા દરો બેંકની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે જૂન ત્રિમાસિકના પરિણામોમાં બેન્કને ઘણો ફાયદો થયો છે. બેંકની ચોખ્ખી વ્યાજની આવકમાં 16 ટકાનો વધારો થયો છે, જે 7,892 કરોડ રૂપિયા નોંધાયેલ છે.

આ પણ વાંચો: મોંઘવારીનો હાંહાકાર: LPG ગેસનાં ભાવમાં ફરી વધારો, જાણો ગુજરાતના તમામ જીલ્લાના ભાવ

જાણો નવા વ્યાજ દરો: બેંક ઓફ બરોડામાં જે લોકોના બચત ખાતામાં 1 લાખ સુધીની રકમ જમા છે તેમને 2.75 ટકાના દરે વ્યાજ મળશે. 1 લાખથી વધુ અને 200 કરોડથી ઓછા નાણાં પર 2.75 ટકા, 200 કરોડથી વધુ અને રૂ. 500 કરોડથી ઓછા નાણાં પર 3.05 ટકા, રૂ. 500 કરોડથી વધુ અને રૂ. 1000 કરોડથી ઓછા નાણાં પર 3.11 ટકા અને 1000 કરોડથી વધુ નાણાં પર 3.2 ટકા વ્યાજ મળશે. આ બદલાયેલા દરો 26 મેથી લાગુ થયા છે.

નોંધપાત્ર રીતે, બેન્ક ઓફ બરોડાએ નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક (એપ્રિલ-જૂન) માં રૂ. 1,209 કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો છે. અગાઉના ત્રિમાસિક ગાળામાં (જાન્યુઆરી-માર્ચ) બેંકને 1,047 કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ થઈ હતી. જૂન ક્વાર્ટરમાં બેન્કનો ઓપરેટિંગ નફો 41 ટકા વધીને 5,707 કરોડ રૂપિયા થયો છે. કોસ્ટ ટુ ઇન્કમ રેશિયો પણ ઘટીને 47.45 ટકા થયો છે. આ ગયા વર્ષના સમાન ત્રિમાસિક કરતાં 574 બેસિસ પોઇન્ટ ઓછું છે. તાજેતરમાં બેંક ઓફ બરોડાએ ગ્રાહકો માટે નવી સુવિધા 'બરોડા ઇન્સ્ટા ક્લિક સેવિંગ્સ એકાઉન્ટ' શરૂ કરી છે.

આ પણ વાંચો: બેંકના લોકરમાં ચોરી થાય તો તમારી કિંમતી વસ્તુનું શું થાય? બેંકે તમને કેટલું વળતર ચુકવવું પડે?

માત્ર 5 મિનિટમાં બેન્ક ઓફ બરોડામાં ખોલો ખાતું.
'બરોડા ઇન્સ્ટા ક્લિક સેવિંગ્સ એકાઉન્ટ (Baroda Insta Click Savings Account)' ની મદદથી, ગ્રાહકો ફક્ત 5 મિનિટની અંદર 4 સરળ સ્ટેપ દ્વારા ઘરે બેસીને બચત ખાતું ખોલી શકે છે. આ માટે તેમને માત્ર આધાર કાર્ડ, પાન કાર્ડ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીની જરૂર પડશે. ખાતું ખોલવા માટે, પ્રથમ પગલામાં મૂળભૂત વિગતો આપવી પડશે. બીજા ચરણમાં પાન અને આધારની વિગતો આપવી પડશે. ત્રીજા ચરણમાં સરનામું આપવું પડશે અને શાખાની પસંદગી કરવી પડશે.

ચોથા ચરણમાં વ્યક્તિગત વિગતો, નામાંકન અને વધારાની સેવાઓ શામેલ છે. 18 વર્ષથી ઉપરના કોઈપણ ભારતીય નાગરિક 'બરોડા ઇન્સ્ટા ક્લિક સેવિંગ્સ એકાઉન્ટ' ખોલી શકે છે. આ મર્યાદિત KYC એકાઉન્ટ છે. તેને ખાતું ખોલ્યાના 12 મહિનાની અંદર સંપૂર્ણ કેવાયસી ખાતામાં રૂપાંતરિત કરવાનું રહેશે. આ માટે બેંક શાખાની મુલાકાત લઈને KYC દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. જો ગ્રાહક નિયત સમયમર્યાદામાં આમ ન કરે તો બેંક દ્વારા ખાતું સ્થિર કરી દેવામાં આવશે.

આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.