ગુજરાતમાં ક્યારે પહોંચશે ચોમાસું? કેટલા વાવાઝોડાનો ખતરો? નવા આગાહીકારે જણાવી આગાહી

ગુજરાતમાં ક્યારે પહોંચશે ચોમાસું? કેટલા વાવાઝોડાનો ખતરો? નવા આગાહીકારે જણાવી આગાહી

ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે એ મુદ્દે પ્રથમ અનુમાન સામે આવ્યું છે. જ્યારે સમયસર ચોમાસું બેસી જવાનું અનુમાન છે. હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીનું અનુમાન સામે આવ્યું છે.

ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદ સંભવ છે. સાથે જ તેમના જણાવ્યા અનુસાર, મે-જૂનમાં 2 મજબૂત વાવાઝોડાની શક્યતા છે. એક વાવાઝોડું અરબ સાગરમાં બની શકે છે. નોંધનીય છે કે, હજુ આ પ્રાથમિક અનુમાન છે. મે મહિનામાં ફાઈનલ પૂર્વાનુમાન જાહેર કરશે.

હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીએ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, આ પ્રાથમિક અનુમાન છે. આવું જ થશે તેવું સૌ ટકા નક્કી નથી. પરંતુ હાલના અનુમાન અનુસાર, ગુજરાતમાં ચોમાસું સમયસર પહોંચવાની સંભાવના છે. જ્યારે સમગ્ર સિઝન દરમિયાન સામાન્ય અથવા સામાન્યથી થોડું વધારે વરસાદ સંભવ છે.

આ પણ ખાસ વાંચો :- અહીં ક્લિક કરો. 

વાવાઝોડા અંગે તેમણે જણાવ્યું કે, હાલ દરિયાની સ્થિતિ છે અને અલગ-અલગ મોડલના અનુમાન પરથી લાગે છે કે એપ્રિલ, મે અને જૂન વચ્ચે એક અથવા બે સાયક્લોનિક સ્ટ્રોમ બનવાની સંભાવના હોઈ શકે છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ક્યાં બનશે, તે અંગે કહેવું અત્યારે બહુ વહેલું છે.

તેમણે જણાવ્યું કે, છેલ્લા ચાર મહિનાથી નબળી લા નીના સ્થિતિ ચાલુ છે, હાલમાં ENSO તટસ્થ છે. આ આગાહી સમયગાળા દરમિયાન ENSO SST, JJAS દ્વારા તટસ્થ રહેશે, જ્યારે જૂન સુધી નબળા લા નીના સ્થિતિ જેવું રહેવાની ધારણા છે. આ વર્ષે ચોમાસા પર અલ નીનોનો કોઈ ખતરો નથી. હાલમાં IOD તટસ્થ છે. આમ, ઓછામાં ઓછા જુલાઈ સુધી ચોમાસા પર મોટી નકારાત્મક અસર જોવા મળે તેવી અપેક્ષા નથી.

મે મહિનાના અંત પહેલા ચોમાસુ 2025 ભારતમાં વહેલું શરૂ થવાની શક્યતા છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં જૂનના પહેલા અઠવાડિયા સુધીમાં વહેલું શરૂ થઈ શકે છે, આ સિઝનમાં ચોમાસુ પણ સમયસર ગુજરાતને આવરી લેવાની અપેક્ષા છે. સમગ્ર ભારતમાં ચોમાસુ 2025નું પ્રદર્શન સામાન્ય (102-106%) કરતાં વધુ રહેવાની શક્યતા છે પરંતુ ગયા વર્ષ કરતાં થોડું ઓછું રહેવાની શક્યતા છે.