ગુજરાતમાં પોતાની સચોટ હવામાનની આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે હોળીની જ્વાળા જોઈને આગાહી કરી છે. હોળીની જ્વાળા જોઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે આ વર્ષે અલગ પ્રકારનું ચોમાસું આવી શકે છે.
અંબાલાલ પટેલે કહ્યું કે આઠથી દસ આની જ ચોમાસું રહેશે. હોળીની જ્વાળા જોઈને અંબાલાલે કહ્યું કે હવામાનનો વરતારો કહે છે કે વરસાદ બન્યો નથી.
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી ચિંતાજનક લાગી રહી છે. દેશના અર્થતંત્રનો મુખ્ય આધાર ચોમાસાની સીઝન હોય છે. જો વરસાદ સારો ન પડે, વધારે વરસાદ પડે અને પૂરની સ્થિતિ સર્જાય તો દેશના અર્થતંત્રની સાથે ખેડૂતોને નુકસાન થઈ શકે
ગાંધીનગરના પાલજમાં સૌથી મોટું હોલિકા દહન કરવામાં આવ્યું હતું. પાલજનું હોલિકા દહન ખૂબ જ પ્રખ્યાત છે. મોટી સંખ્યામાં અહીં લોકો હોળીના દર્શન માટે આવે છે. અંબાલાલ પટેલ પણ અહીં હોળી દર્શને પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે આગાહી કરી છે.