સાચવજો ! કામ વગર બહાર નીકળતા નય, આજે રેડ એલર્ટ જાહેર, જાણો હવામાન ખાતાની આગાહી

સાચવજો ! કામ વગર બહાર નીકળતા નય, આજે રેડ એલર્ટ જાહેર, જાણો હવામાન ખાતાની આગાહી

ગુજરાતમાં હવે કાળઝાળ ગરમીના દિવસો આવી ગયા છે. રાજ્યના અનેક જિલ્લાઓને સિવિયર હિટવેવના કારણે એલર્ટ અપાયું છે. તો કેટલાક જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. લઘુત્તમ તાપમાન વધતા રેડ એલર્ટ પર આગાહી પહોંચી ગઈ છે. આજે  અમદાવાદ સહિત કેટલાક શહેરોને રેડ એલર્ટ અપાયું છે. જેમાં કચ્છ, ગાંધીનગર, જૂનાગઢ, પોરબંદર, મોરબી, રાજકોટ, સુરત માટે કડક ચેતવણી છે.  

ઉનાળાની કાળઝાળ ગરમીથી માર્ચ મહિનાની શરૂઆત થઈ છે. છેલ્લા એક અઠવાડિયાથી ગરમી સામાન્યથી વધુ પર પહોંચી ગઈ છે. માર્ચ મહિનામાં  મહત્તમ સામાન્ય તાપમાન 35 ડિગ્રીની સામે 40 ડિગ્રી નોંધાયું છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન વધુ નોંધાયું છે.

આજે અમદાવાદ સહિત 9 જિલ્લાઓમાં ગરમીને લઈ રેડ એલર્ટ જાહેર કરાયું છે. લઘુત્તમ તાપમાનમાં વધારો થતા રેડ એલર્ટ છે. આગામી બે થી ત્રણ દિવસ હજી તાપમાનમાં એક થી બે ડિગ્રીનો વધારો નોંધાય તેવી શક્યતા છે. જો કે આગામી સમયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન ઘટે તેવી શક્યતા છે.

સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીને લઇ અલર્ટ  આજે અમદાવાદ સહીત, કચ્છ, બનાસકાંઠા અને, સુરતમાં યેલો અલર્ટ  મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને, રાજકોટમાં યેલો અલર્ટ  પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને, ગીર સોમનાથમાં યેલો અલર્ટ  આવતીકાલે અમદાવાદ સહીત, કચ્છ, બનાસકાંઠા અને, સુરતમાં યેલો અલર્ટ  મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને, રાજકોટમાં યેલો અલર્ટ  પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને, ગીર સોમનાથમાં યેલો અલર્ટ

ગુજરાતમાં આગામી 5 દિવસ આકરી ગરમી પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ગરમીના કારણે હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. તાપમાનનો પારો 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અમદાવાદ સહીત બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર અને કચ્છમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે.

સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, જૂનાગઢ અને અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્રીજા અને ચોથા દિવસે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળશે. ગુજરાતમાં હાલમાં ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી ગરમ પવનો આવી રહ્યા છે.

આ ગરમ પવનોના કારણે તાપમાનમાં વધારો થયો છે અને હીટવેવની શક્યતાઓ વધી ગઈ છે. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં પણ ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે, જેના કારણે લોકોને બફારો અનુભવાશે. આ દરિયાકાંઠા વિસ્તારો માટે પણ યલો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી જશે