ગુજરાતમાં હીટવેવનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે, ત્યારે બપોરના સમયે આકરી ગરમીના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જો કે આવતીકાલ એટલે કે 26 માર્ચથી મહત્તમ તાપમાન નીચું જશે, જેના પરિણામે બે થી 3 દિવસ તાપમાનમાં રાહત મળશે. જો કે આ રાહત લાંબા સમય સુધી નહીં ટકે, કારણ કે 28 તારીખથી ફરીથી તાપમાન ઉંચકાઈ શકે છે.
આ અંગે વિગતો આપતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આજથી હીટવેવના રેડ એલર્ટમાંથી આપણે મુક્ત થઈ રહ્યા છીએ, પરંતુ યેલો એલર્ટ યથાવત રહેશે.
એટલે કે 3 દિવસ તાપમાનમાં સામાન્ય ઘટાડા બાદ 28મીથી ફરીથી તાપમાન ઊંચુ જશે. એટલે કે 28 થી 31 માર્ચના 4 દિવસ દરમિયાન તાપમાન ઊંચુ જોવા મળશે. ખાસ કરીને 29 અને 30 માર્ચ એ બે દિવસ એવા હશે, જેની અંદર તાપમાન અગાઉના રેકોર્ડ તોડી શકે તેવી શક્યતા છે.
આ માહિતી પણ ખાસ વાંચો:- અહીં ક્લિક કરો
આ ઉપરાંત આવનારા દિવસોમાં હવામાનમાં પલટો આવવાનો છે, જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં માવઠાના ઝાપટા પડી શકે છે. એટલે કે 31 માર્ચથી 5 એપ્રિલ સુધીના 5 દિવસનો સમયગાળો એવો છે.
જ્યારે રાજ્યના કેટલાક ભાગોમાં માવઠાના ઝાપટા પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના છૂટાછવાયા ભાગોમાં માવઠાના ઝાપટા પડી શકે છે.