Top Stories
PNBમાં ખાતુ હોય તો તાત્કાલિક કરાવી લેજો આ કામ, 23 જાન્યુઆરી છેલ્લી તારીખ

PNBમાં ખાતુ હોય તો તાત્કાલિક કરાવી લેજો આ કામ, 23 જાન્યુઆરી છેલ્લી તારીખ

પબ્લિક સેક્ટરના પંજાબ નેશનલ બેન્કના ગ્રાહકો માટે મોટા સમાચાર છે. જો તમારું પણ આ બેન્કમાં ખાતુ હોય તો સાવધાન થવાની જરૂર છે. નહિતર તમારું એકાઉન્ટ જલ્દી જ બંધ થઈ શકે છે. તમે હજુ સુધી KYC અપડેટ કરાવ્યું નથી, તો તમારી પાસે 23 જાન્યુઆરી, 2025 સુધી સમય છે.

પંજાબ નેશનલ બેન્કે કહ્યું છે કે, RBIની ગાઈડલાઈન અનુસાર, તમામ ગ્રાહકો માટે KYC અપડેટ કરવું જરૂરી છે. બેન્કે ગ્રાહકોને કહ્યું કે, તે પોતાનું KYC 23 જાન્યુઆરી, 2025 સુધીમાં અપડેટ કરી દે, જેથી તેના ખાતાનું સારી રીતે સંચાલન થઈ શકે. એ એવા ગ્રાહકોને લાગુ પડે છે જેના એકાઉન્ટનું KYC 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં થવાનું હતું.

PNBએ ગ્રાહકોને તેમની અપડેટ કરેલી માહિતી જેમ કે ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો, તાજેતરનો ફોટોગ્રાફ, PAN/ફોર્મ 60, આવકનો પુરાવો, મોબાઈલ નંબર (જો ઉપલબ્ધ ન હોય તો) અથવા અન્ય કોઈપણ KYC માહિતી કોઈપણ શાખામાં સબમિટ કરવા જણાવ્યું છે. આ કાર્ય PNB One/Internet Banking Services (IBS) અથવા તમારી હોમ બ્રાન્ચમાં રજિસ્ટર્ડ ઈ-મેલ/પોસ્ટ દ્વારા 23 જાન્યુઆરી સુધી પણ કરી શકાય છે.

બેન્કે કહ્યું છે કે, જો નિર્ધારિત સમયની અંદર KYC વિગતો અપડેટ કરવામાં નહીં આવે તો ખાતાની કામગીરીમાં નિયંત્રણો આવી શકે છે. કોઈપણ મદદ માટે, ગ્રાહકો તેમની નજીકની પંજાબ નેશનલ બેન્કની શાખાની મુલાકાત લઈ શકે છે અથવા સત્તાવાર વેબસાઇટ https://www.pnbindia.in પર જઈ શકે છે.

તમને જણાવી દઈએ કે KYC એ કોઈપણ બેંક અથવા કંપની માટે ગ્રાહકની ઓળખ સુનિશ્ચિત કરવાનો એક માર્ગ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર ગ્રાહકોએ KYC પ્રક્રિયાને અનુસરવી જરૂરી છે. ખાતું ખોલાવ્યા પછી પણ બેંક અથવા કંપની તરફથી સમયાંતરે KYC અપડેટના મેસેજ આવતા રહે છે.

Go Back