ચોમાસાની એન્ટ્રી પહેલા ભુક્કા બોલાવશે વરસાદ? જાણો ક્યાં જિલ્લામાં 8 જૂન સુધી વરસાદની આગાહી

ચોમાસાની એન્ટ્રી પહેલા ભુક્કા બોલાવશે વરસાદ? જાણો ક્યાં જિલ્લામાં 8 જૂન સુધી વરસાદની આગાહી

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સતત હળવો વરસાદ પડી રહ્યો છે. તે જ સમયે, આજે સવારથી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે ચોમાસાને લઈને મોટી અપડેટ આપી છે.

ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે અને આજે પણ હળવો વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત ઉપરાંત, ભાવનગર, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને છોટા ઉદેપુર સહિત ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે સવારથી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે આજે બનાસકાંઠા, અમદાવાદ, અરવલ્લી, ખેડા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે.

4 જૂન, 2025 ના રોજ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ધીમો વરસાદ થઈ શકે છે.

5 જૂન, 2025ના રોજ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.  

6 જૂન, 2025 ના રોજ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.   

7 અને 8 જૂન 2025ના રોજ અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.