khissu

ચોમાસાના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આખા જૂન મહિનાની અંબાલાલ પટેલે આગાહી કરી છે, જાણો વાવણી ક્યારે? ક્યારે વરસાદ?

નેઋત્યનુ ચોમાસુ ગુજરાતના બારના ખખડાવી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ અને ખગોળશાસ્ત્રીઓ અને વેધર એનાલિસ્ટો દ્વારા એક પછી એક વરસાદ/ચોમાસાની આગાહીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના જાણીતા એવા અંબાલાલ પટેલે ફરીથી વરસાદના વર્તારાને લઈને મહત્વપૂર્ણ આગાહી જણાવી છે.

અંબાલાલ પટેલની નવી નકોર આગાહી:- 
1) આવતા મહિને એટલે કે બીજી જૂને દરિયા કિનારા અને અન્ય વિસ્તારમાં ભારે પવન ફૂંકવાની શક્યતા વ્યક્ત કરી છે. 

2) ચાર અને પાંચ જૂને પવન અને વંટોળ સાથે ચોમાસાને પોકારતા વાદળો આવશે. 

આ પણ વાંચો: ખેડૂતો થઈ જાવ તૈયાર! ચોમાસા આગમનની તારીખો જાહેર, ગુજરાતમાં કઈ તારીખે ચોમાસું પહોંચશે? ખેતીનું આગવું આયોજન?

3) રોહિણી નક્ષત્રમાં ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. 

4) 7-8 જૂને દરિયાના વાતાવરણમાં ફેરબદલ થશે, પવનો બદલાશે, ધીમે-ધીમે સમય વાહી પ્રવાહ જોર પકડશે. 

5) 10 જુન ની આસપાસ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. 

6) આવનાર 14, 15 જૂન અને 17, 18 જૂને ચોમાસાની ગતિવિધિઓ જણાશે. જ્યારે 15 થી 20 જૂનમાં ચોમાસાની શક્યતા વધારે રહેશે. 

આ પણ વાંચો: વાવણી ત્રણ તબક્કામાં! વાવણીની શરૂઆત ક્યાં જિલ્લામાંથી થશે? કેટલો વરસાદ? વાવાઝોડું ક્યારે? Ramnikbhai Vamja ની આગાહી

7) ગુજરાતમાં ચોમાસુ 22 જૂનથી  વધારે સક્રિય થવાની શક્યતા જણાવી છે. 

8) 15થી 30 જૂનમાં આખા ગુજરાતમાં ચોમાસુ બેસી જશે. 

9) ભારતના કેરળમાં 5, 6 જૂન આસપાસ ચોમાસુ બેસવાની શક્યતા છે. જ્યારે 2,3 તારીખે પવન નું જોર વધશે. 

10) મે મહિનો ફ્રી મોન્સૂન એક્ટિવિટી વાળો રહેશે. 

આ પણ વાંચો: ખેડૂતો આનંદો: ચોમાસાના ઢોલ વાગ્યા! ગુજરાતમાં ચોમાસુ ક્યારે પહોંચશે? શું કરી છે IMDએ આગાહી? કેમ ચોમાસું મોડું આવશે?

11) 25 મેથી જૂની શરૂઆત સુધીમાં વંટોળ સાથે વરસાદની શક્યતા રહેશે.

12) વર્ષ 2023 નું ચોમાસું નિયમિત રહેશે.

આ પણ વાંચો: મેં મહિનાના અંતમાં વાવાઝોડું! ગુજરાતમાં ચોમાસું કઈ તારીખે? પ્રિ-મોન્સૂન વરસાદ વગેરે અંબાલાલ પટેલની 13 આગાહી...