Top Stories
khissu

ખેડૂતો થઈ જાવ તૈયાર! ચોમાસા આગમનની તારીખો જાહેર, ગુજરાતમાં કઈ તારીખે ચોમાસું પહોંચશે? ખેતીનું આગવું આયોજન?

નમસ્કાર ખેડૂત મિત્રો, જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ ચોમાસુ નજીક આવવાની રાહ વધી રહી છે. ખેડૂત મિત્રોએ ઉનાળુ કામ પતાવી દીધા છે અને હવે ચોમાસાના વરસાદ આવવાની તારીખને લઈને આગવું આયોજન કેવી રીતે કરવું તેમાં પડી રહ્યા છે. જોકે આ વર્ષે ચોમાસુ સારું નહીં થાય તેવા અહેવાલો સોશિયલ મીડિયાની અંદર ખૂબ વધારે ફર્યા હતા અને માવઠાનો માર પણ દરેક ઋતુની અંદર યથાવત રહ્યો હતો. જોકે આ બધા સમાચારોની વચ્ચે એકંદરે ચોમાસું સારું રહેશે તેવા અહેવાલો જોવા મળી રહ્યા છે તો મિત્રો આ વર્ષે ચોમાસુ કઈ તારીખે બેસશે તેમને લઈને હવામાન વિભાગ દ્વારા એક પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે જેમની માહિતી આપણે આ આર્ટિકલમાં જાણીશું.

ચોમાસું શરૂ થાય પછી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતું હોય છે, એટલે કે સૌથી પહેલા અંદબાર નિકોબાર ટાપુઓ પર ચોમાસુ શરૂ થાય છે ત્યાર પછી તે ચોમાસુ ધીમે ધીમે આગળ વધે છે અને શ્રીલંકા દેશની અંદર પહોંચે છે અને ત્યાર પછી વધારે આગળ વધી અને ભારતના કેરેલા રાજ્યની અંદર સૌથી પહેલા ચોમાસું આવે છે અને પછી ધીમે ધીમે આગળ વધી અને ગુજરાતમાં ચોમાસું પહોંચે છે.

આ પણ વાંચો:- ખેડૂતો આનંદો: ચોમાસાના ઢોલ વાગ્યા! ગુજરાતમાં ચોમાસુ ક્યારે પહોંચશે? શું કરી છે IMDએ આગાહી? કેમ ચોમાસું મોડું આવશે?

કઈ તારીખે કેટલે ચોમાસું પહોંચે?
સૌથી પહેલા અંદબાર નિકોબાર ટાપુ ઉપર 15મી મેં ના રોજ ચોમાસુ શરૂ થતું હોય છે. પરંતુ આજે 16 મે થઈ છે તેમ છતાં હજી અંદબાર નિકોબાર ટાપુઓ ઉપર ચોમાસાની શરૂઆત થઈ નથી. એમનું મુખ્ય કારણ એ છે કે નીચે દક્ષિણ હેમેસ્પીયરમાં (સમુદ્રમાં) હાલમાં એક ફેબિયન નામનું વાવાઝોડું બનેલું છે. જે વાવાઝોડાએ ચોમાસાના બધા પવનો તેમની તરફ ખેંચી રાખ્યા છે. જેમને કારણે હજી અંદબાર નિકોબાર ટાપુ ઉપર ચોમાસુ શરૂ થયું નથી. જોકે ત્યાં ચોમાસુ આવનાર બે થી ત્રણ દિવસમાં શરૂ થાય તેવું એક પૂર્વાનુમાન છે. જ્યાં ચોમાસુ બેસી જશે ત્યાર પછી ચોમાસુ ધીમે ધીમે આગળ વધશે અને બંગાળની ખાડીમાં પહોંચશે.

ભેજવાળા પવનો દક્ષિણ બાજુ બંગાળની ખાડી અને દક્ષિણ અરબ સાગરની અંદર ચોમાસાના અનુકૂળ પિરામિટરો બનાવશે. અને ત્યાર પછી ધીમે ધીમે ચોમાસુ આગળ વધશે. આગળ વધતા ચોમાસાને લઈને ભાગે વર્ષ 2023 પૂર્વાનુમાન જાહેર કર્યું છે. તેમણે કહ્યું છે કે આ વર્ષે ભારતના કેરળની અંદર ચોમાસાનું આગમન ચાર જુનના રોજ થશે. મિત્રો આપને જણાવી દઈએ કે સામાન્ય રીતે કેરલની અંદર ચોમાસાનું આગમન પહેલી જૂનના રોજ થતું હોય છે પરંતુ આ વર્ષે ચાર દિવસ મોડું ચોમાસુ ભારતની અંદર આવશે.

હાલમાં મિત્રો બંગાળની ખાડીમાં મોટી હલચલ નથી કારણ કે એક વાવાઝોડું બની અને જતું રહ્યું છે અને બીજી તરફ ભેજવાળા પવનો ફેબિયન વાવાઝોડા તરફ ખેંચાય ચૂકેલા છે જેમને કારણે હજી બંગાળની ખાડીમાં ચોમાસાની પાંખ નબળી કહેવાઈ. આ ચોમાસાની પાંખ મજબૂત થશે ત્યાર પછી ચોમાસું થોડું ઝડપથી આગળ વધશે.

ભારતના કેરળ રાજ્યની અંદર ચોમાસાની એન્ટ્રી થઈ જાય ત્યાર પછી ગુજરાતમાં ચોમાસું પહોંચવા માટેનો સમય 10થી 15 દિવસનો હોય છે. સામાન્ય રીતે ગુજરાતમાં 8 જૂનથી લઈ અને 27-28 જૂન વચ્ચે ચોમાસુ છે એ બધા જિલ્લાની અંદર પહોંચી જતું હોય છે. જોકે એવરેજ તારીખ જોવામાં આવે તો ગુજરાતમાં 15 જૂને ચોમાસુ છે એ બેસતું હોય છે.

ગુજરાતમાં પણ અલગ અલગ તારીખે ચોમાસું પહોંચતુ હોય છે.
ગુજરાતમાં સૌથી પહેલા દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થતું હોય છે ત્યાર પછી દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર, મધ્ય ગુજરાતની અંદર ત્યાર બાદ ઉત્તર ગુજરાતની અંદર અને છેલ્લે કચ્છમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે. ઘણી વખત વાવાઝોડા ને કારણે અથવા તો અરબી સમુદ્રની અંદર ભારે હલચલને કારણે દરિયાઈ કાંઠાના જિલ્લાઓની અંદર વહેલા ચોમાસુ બેસી જતું હોય છે સારો વરસાદ પડી જતો હોય છે. જોકે આ વર્ષે ગુજરાતમાં પણ ચોમાસુ થોડા ઘણા દિવસો મોડું પહોંચે તેવા હાલમાં અનુમાનો છે.

ગુજરાતમાં ચોમાસાનું સારું વાતાવરણ 13 જુન આજુબાજુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સંભવિત પહોંચી જતું હોય છે. ત્યાર પછી ધીમે ધીમે પાંચ થી છ દિવસમાં ઘણા બધા જિલ્લામાં ચોમાસુ આગળ વધી જતું હોય છે પરંતુ આ આગળ વધવા માટે ઘણા બધા પરિબળો છે એ જવાબદાર હોય છે. જો અરબી સમુદ્રની અંદર અને બંગાળની ખાડીમાં ચોમાસા માટેના સારા પરિબળો બનશે અને સારો વરસાદ થશે તો એક સાથે ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારોમાં ચોમાસુ છે એ પહોંચી જશે. સારા પરિબળો ચોમાસાને મળે તો 25 જૂન સુધીમાં ગુજરાતને ચોમાસુ કવર કરી લેતું હોય છે. અને જો વચ્ચે પરિબળોની અંદર ફેરફાર થાય તો પહેલી જુલાઈ સુધીનો સમય પણ ઉત્તર ગુજરાત અને કચ્છના જિલ્લામાં ચોમાસુ લઈ શકે છે. 

વર્ષ 2022 માં ચોમાસુ ગુજરાતમાં બેસી ગયું ત્યાર પછી ચારથી પાંચ દિવસ સુધી આગળ વધ્યું હતું અને પછી દસ દિવસ અટકી ગયું હતું અને પછી ફરીથી આગળ વધ્યું હતું આમ આખા ગુજરાતની અંદર ચોમાસુ બેસતા પહેલી જુલાઈ સુધીનો સમય લાગ્યો હતો.

આ વર્ષે વરસાદને લઈને અને વાતાવરણને લઈને ઘણા બધા આગાહીકારો અને વેધર એનાલિસ્ટો દ્વારા જુદા જુદા અનુમાનો આપવામાં આવ્યા છે અને હવામાન વિભાગ દ્વારા પણ અલગ અલગ આગાહી કરવામાં આવી છે, એટલા માટે જે ખેડૂત મિત્રો વાવેતરનું આગોતરું આયોજન કરતા હોય તે સંપૂર્ણ માહિતી જાણી લે ત્યાર પછી જ આયોજન કરે જેથી કરીને પોતાનો પાક છે એ ફેલ ન થાય. કોઈપણ આગાહી કાર કે હવામાન ખાતુ દસ દિવસથી વધારેની સચોટ આગાહી કરી શકતા નથી એટલા માટે વાતાવરણ બને અને તમને એવું લાગે કે હવે ચોમાસા માટેનું આયોજન કરવું જોઈએ ત્યાર પછી તમે આયોજન કરી શકો છો.

ખાસ નોંધ :- ખેતીના કામો માટે વરસાદ અને વાવાઝોડાની માહિતી માટે હવામાન વિભાગને અનુસરવું